રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 25 નો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થતા ભાવ 2280 પર પહોંચ્યો છે. જુલાઇની શરૂઆતમાં સિંગતેલનો ભાવ 2315 રૂપિયા હતો. જે હવે ઘટીને 2280 પર પહોંચ્યો છે. નાફેડે બજારમાં મગફળી રિલીઝ કરતા મગફળીની આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. મગફળીના પુષ્કળ ઉત્પાદનના પૂર્વ અનુમાનને લઈ તેલના ભાવ ઘટી રહ્યા છે તેવું વેપારીઓનું કહેવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી : અન્નનળીનું જટિલ ટ્યુમર દૂર કરીને સિવિલના તબીબોએ બાળકને નવી જિંદગી બક્ષી 


દિવાળી (Diwali 2019) પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળી પહેલા તેમનો ખર્ચ ઘટે અને ખિસ્સામાં આવક થાય તેવા આ સમાચાર છે. માર્કેટમાં મગફળી (Ground Nut)માં નવા પાકની આવકની અસર સિંગતેલ (Ground Nut Oil) ના ભાવમાં જોવા મળી છે. જેને પગલે મગફળીમાં સારા પાકની આશાએ એક ડબ્બાએ 25 રૂપિયાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળી પહેલા આ રીતે સિંગતેલના ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે. પરંતુ હાલ કોરોના મહામારીને પગલે આ વર્ષે કોઈ તહેવાર ઉજવાય તેવી આશા નથી. જન્માષ્ટમીએ ઉજવાતા સૌરાષ્ટ્રના લોકમેળા પણ આ વર્ષે યોજાય તેવી શક્યતા નહિવત છે. પરંતુ જે રીતે સિંગતેલના ભાવ ઘટ્યા છે, તે લોકો માટે ફાયદાકારક બની રહેશે. કોરોના મહામારીને પગલે લોકોની આવક પર બ્રેક લાગી છે, આવામા આ ઘટાડો નાની બચત બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર