રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2360 રૂપિયા પર પહોંચી ગયો છે. મગફળીની માંગ કરતા ઓછી આવક હોવાના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દિવાળી (Diwali 2020) ટાંણે જ સિંગતેલ (Groundnut oil) માં વધારો થતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ જશે. સાથે જ કોરોનાને કારણે લોકોની આવક પર અસર પડી છે, આવામાં લોકોની ખરીદી પર પણ અસર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન, 48 કલાકમાં કનોડિયા ભાઈઓની દુનિયામાંથી વિદાય


દિવાળીએ જે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે તહેવાર પર જ સિંગતેલના ભાવ પર અસર પડી છે. ગુજરાત પહેલેથી જ મગફળીના ઉત્પાદનનું મોટુ કેન્દ્ર રહ્યું છે. આ વર્ષે 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદને કારણે મગફળીના વાવેતર પર અસર પડી હતી. ત્યારે આ વર્ષે ઉત્પાદન માત્ર 32 થી 35 લાખ ટનની આસપાસ થયું છે. જેની સિંગતેલના ભાવ પર પણ અસર પડી છે. 


આ પણ વાંચો : 72 અભિનેત્રી સાથે કામ કરનાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના શમ્મી કપૂર કહેવાતા હતા



તેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે. હાલમાં મગફળીના માલ પર પક્કડ વધતાં બજારમાં માલ મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.


સિંગતેલ બનાવવામાં હરીફાઈ ઉભી થઈ
આ વર્ષે અતિ વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. જેકી નબળી ગુણવત્તાની મગફળી પાકી છે. દર વર્ષે જ્યાં 20 કિલો મગફળીમાં 14 થી 15 કિલો સિંગદાણા નીકળતા હતા, ત્યા આ વર્ષે માત્ર 12 થી 12.5 કિલો જ સિંગદાણા નીકળ્યાં છે. આમ 20 કિલોએ મગફળીમાં અઢી કિલોની ઘટ પડી છે. એક તરફ માલની અછત, તો બીજી તરફ દાણા ઓછા નીકળી રહ્યાં છે. જે રીતે આ વર્ષે મગફળીનું વાવેતર થયું હતુ, તે જોતા 52 લાખ કિલો મગફળીની આશા હતી. પરંતુ તેની સરખામણીએ માત્ર 35 લાખ કિલો મગફળી પાકી છે. આ વર્ષે ઉત્પાદન ઓછું, એટલે આવક ઓછી અને માંગ વધી ગઈ છે. આવામાં સિંગતેલ બનાવવામાં હરીફાઈ ઉભી થઈ. 


પાંચ વર્ષ પહેલા દિવાળીએ 2500નો ભાવ થયો હતો 
બીજી તરફ, ચીનને કારણે પણ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ચીન સિંગતેલનું મોટું માર્કેટ છે. અગાઉ મગફળી ખરીદનાર ચીન હવે મગફળીને બદલે સિંગતેલ ખરીદવા લાગ્યું. જેથી સિંગતેલનું એક્સપોર્ટ પણ વધી ગયું છે. વરસાદને કારણે પાંચ વર્ષ પહેલા દિવાળીએ 2500 રૂપિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચી ગયો હતો, ત્યારે આ દિવાળીએ પણ આ ભાવે તેલનો ડબ્બો પહોંચે તેવી શક્યતા છે.