બે દિવસમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતીઓની દિવાળી બગડશે
- રાજકોટ માર્કેટમાં છેલ્લાં બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 90 રૂપિયાનો વધારો થયો.
- મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો
રક્ષિત પંડ્યા/રાજકોટ :સ્થાનિક બજારોમાં ગ્રાહકી નીકળતા ખાદ્ય તેલના ભાવ વધ્યા છે. સિંગતેલની ડિમાન્ડ વધતા 20 નો વધારો થયો છે. સિંગતેલના નવા ટીનના ભાવ 2240 રૂપિયાથી વધીને 2260 રૂપિયા થયા છે. આમ, સિંગતેલ (Groundnut oil) ના ભાવ રૂપિયા 2260 થી 2280 ની સપાટીએ પહોંચી ગયા છે. આમ, દિવાળી (Diwali 2020) ટાંણે જ સિંગતેલમાં ફરી ભાવ વધારો જોવા મળ્યો છે. તો સાથે જ કપાસિયા તેલનો ભાવ ડબ્બે રૂપિયા 10 અને પામ તેલનો ભાવ ડબ્બે રૂપિયા 15 નો વધારો નોંધાયો છે. કપાસિયા તેલનો ભાવ હાલ 1600 થી 1700 રૂપિયા થયો છે. જ્યારે કે, પામતેલનો 1490 થી 1500 રૂપિયાનો ડબ્બો નોંધાયો છે.
આ પણ વાંચો : AMCની નોટિસ, ‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’
બે દિવસમાં તેલના ભાવમાં સતત વધારો
રાજકોટ માર્કેટમાં છેલ્લાં બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 90 રૂપિયાનો વધારો થયો છે. ચીન અને યુરોપિયન દેશો દ્વારા સિંગદાણાના બદલે સિંગતેલની ખરીદી કરતા સિંગતેલની ડિમાન્ડ અચાનક વધી છે. સિંગતેલની ડિમાન્ડ વધતા અને મગફળીના દાણાની ગુણવતા હલકી જોવા મળતા ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ, આગામી દિવાળીના તહેવારને લઇ યાર્ડમાં રજા આવવાથી મગફળી ખરીદી થઇ શકે તેમ નથી. તેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 2200 થી 2300 રૂપિયા સુધી પહોંચ્યો છે. કપાસિયા તેલનો ભાવ 1610 થી 1700 સુધી પહોંચ્યો
તેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે. હાલમાં મગફળીના માલ પર પક્કડ વધતાં બજારમાં માલ મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : દર્દનાક બીમારીથી તડપીને થયું હતુ આ ગુજરાતી અભિનેતાનું મોત
સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર
ચીન અને યુરોપે મગફળીને બદલે તેલ ખરીદવાનું શરૂ કર્યું
બીજી તરફ, ચીન અને યુરોપના માર્કેટને કારણે પણ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ચીન સિંગતેલનું મોટું માર્કેટ છે. અગાઉ મગફળી ખરીદનાર ચીન હવે મગફળીને બદલે સિંગતેલ ખરીદવા લાગ્યું. મગફળીની ગુણવત્તા ખરાબ આવતા ચીનની સાથે હવે યુરોપિયન દેશો પણ તેલ ખરીદી રહ્યા છે. જેથી સિંગતેલનું એક્સપોર્ટ પણ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે પાંચ વર્ષ પહેલા દિવાળીએ 2500 રૂપિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચી ગયો હતો, ત્યારે આ દિવાળીએ પણ આ ભાવે તેલનો ડબ્બો પહોંચે તેવી શક્યતા છે.