Group Term Life Insurance News :શુ તમે ગ્રૂપ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લઈ રાખી છે. એટલે કે તમે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોતાના એમ્પ્લોયરની ગ્રૂપ ઈન્સ્યોરન્સ પોલિસીના માધ્યમથી લઈ રાખ્યુ છે, તો જલ્દી જ તમારી ટેક હોમ સેલેરી ઓછી થઈ જશે. મોટાભાગની કંપનીઓએ ગ્રૂપ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં 10-15 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારીઓનો પગાર ઓછો થશે
કંપનીઓ તરફથી વધારવામાં આવેલ પ્રીમિયમથી તેમના કર્મચારીઓની સેલેરી પર અસર થશે. જેમની સેલેરીમાંથી આ બે કે કોઈ એક પોલિસી પ્રીમિયમની કપાત થાય છે. પ્રીમિયમમા 10-15 ટકાોન વધારો થવા પર કંપની (એમ્પ્લોયર)ને વધારે રૂપિયા આપવા પડશે. જો આ પ્રીમિયમ તમારા સેલેરીમાંથી કપાય છે, તો તેની સીધી અસર ટેક હોમ સેલેરી પર પડશે. 


આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયાના 9 મહિનામાં જ સોખડા મંદિરના ભાગલા પડ્યા 


લોસ રેશિયોમાં વધારો થયો
ઝી બિઝનેસના અનુસાર, કોવિડ સાથે જોડાયેલ ક્લેઈમ અને મેડિકલ ઈન્સ્યોરન્સમાં સતત વધારાથી ગ્રૂપ મેડિક્લેઈમ પર દબાણ વધતુ જાય છે. કંપનીઓના લોસ રેશિયોમાંગ ત કેટલાક સમયથી વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, ગ્રૂપ મેડિક્લેઈમમાં 70 ટકા હિસ્સો સરાકરી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓની પાસે છે. 


કંપનીઓ પર પ્રીમિયમ વધારવાનું દબાણ
આ વિશે સૂત્રોએ જણાવ્યુ કે, ગ્રૂપ વીમાથી કંપનીઓના નુકસાનમાં વધારો થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પબ્લિક સેક્ટરના ઉપક્રમે જનરલ વીમા કંપનીઓની પાસે ગ્રૂપ ટર્મ ઈન્સ્યોરન્સ વેપારનો 70 ટકા હિસ્સો છે. મહામારીને કારણએ વધતા ક્લેઈમને કારણે કંપનીઓ પર પ્રીમિયમ વધારવાનું દબાણ વધી ગયુ છે. 


આ પણ વાંચો : કર્ણાટકથી આવેલા મુસાફરો મણિલક્ષ્મી તીર્થ પહોંચે તે પહેલા બસને આણંદ પાસે અકસ્માત, 12 ઘાયલ


ગ્રૂપ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ શુ છે
એક ગ્રૂપ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી એક કોન્ટ્રાક્ટ અંતર્ગત અનેક વ્યક્તિઓને કવર કરે છે. તેમાં સૌથી કોમન ગ્રૂપ એક કંપની છે, જ્યાં એમ્પ્લોયરના કોન્ટ્રાક્ટ જાહેર કરવામા આવે છે. તેના બાદ કર્માચારીઓને બેનિફિટના રૂપમાં ઓફર કરવામાં આવે છે. એમ્પ્લોયર સામાન્ય રીતે ગ્રૂપ વીમા કવરેજનો એક બેઝ સ્લેબ મફતમાં આપે છે. જેમાં સપ્લીમેન્ટ કવરેજની સાથે સાથે કર્મચારીઓના જીવનસાથી અને બાળકો માટે કવરેજ લેવાનો ઓપ્શન હોય છે.