હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયાના 9 મહિનામાં જ સોખડા મંદિરના ભાગલા પડ્યા

વડોદરાના સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. 400 સાધુ સંતો વડોદરા કોર્ટથી વીડિયો કોન્ફરેન્સ મારફતે હાઈકોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસની ચેમ્બરમા બંધ બારણે સુનાવણી કરાઈ હતી

હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયાના 9 મહિનામાં જ સોખડા મંદિરના ભાગલા પડ્યા

રવિ અગ્રવાલ/વડોદરા :હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા તેના નવ મહિનામાં જ સોખડા મંદિરના ભાગલા પડ્યા. આ 9 મહિનામાં રાજકારણમા ન જોવા મળ્યુ હોય તેવું રાજકારણ હરિધામમાં જોવા મળ્યુ. પ્રબોધ સ્વામી સહિત 179 સાધુ-સાધ્વી સેવકોએ હરિધામ સોખડાને અલવિદા કરી છે. પ્રબોધ સ્વામીએ પોતાના જુથનું નામ હરિ પ્રબોધમ આપ્યું છે. જેથી ચારે તરફ ચર્ચા ઉઠી છે કે, હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનું ભગવુ કપડું લજવાયું છે. હરિપ્રસાદ સ્વામીની વર્ષોની તપસ્યા પર તેમના જ અનુયાયીઓ પાણી ફેરવ્યું. રાજાના ગયા બાદ રાજાપાટ ઉઝળી જાય, તેવી હાલત હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ થઈ. સ્વામીઓ ગાદી માટે એવા લડ્યા કે હાઈકોર્ટના દાદરા ચઢી ગયા. બે જૂથના વિવાદ બાદ આખરે 50 ટકા સાધુ સાધ્વીઓ સાથે પ્રબોધ સ્વામીએ હરિધામ છોડ્યું. 

હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી માટે મંદિરમાં લડત શરૂ થઈ હતી. આ લડત વિવાદ સુધી પહોંચી હતી. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી ગ્રૂપ સામસામે આવી ગયા હતા. ત્યારે ખુદ સંતોએ જ પોતાના ગુરુની લાજ લજવી છે. ગુરુના નિધનના થોડા દિવસોમાં જ ભક્તોને મહિનાઓ સુધી ગોંધી રખાયા. સુરત-વડોદરામાં હરિભક્તો પર હુમલા થયા. મંદિરમાંથી સેવકોને હાંકી કાઢવાની અનેક ઘટના બની. બે પાડોશી દુશ્મનાવટ કાઢીને ઝઘડો તેવો ઝઘડો આ મંદિરમાં થોય હતો. 

છુટ્ટા પડતા સમયે પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી ભેટી પડ્યા
વિવાદ વચ્ચે પણ હરિધામ સોખડા છોડતા પહેલા પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી એકબીજાને મળીને ભએટી પડ્યા હતા. બંન સંતો એકબીજાને મળીને વંદન કરીને છુટા પડ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, વડોદરાના સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. 400 સાધુ સંતો વડોદરા કોર્ટથી વીડિયો કોન્ફરેન્સ મારફતે હાઈકોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસની ચેમ્બરમા બંધ બારણે સુનાવણી કરાઈ હતી. આ દરમિયાન આશ્રમના વકીલ કહ્યું કે, આશ્રમમાં સાધુ સંતોને ગેરકાયદેસર રખાયા ન હતા. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હરિભક્તોએ માથા પર ગુલાબી સાફો પહેર્યો હતો. આ કેસમાં પ્રેમ સ્વરૂપ સ્વામી, સેક્રેટરી ત્યાગ વલ્લભસ્વામીનો ટ્રસ્ટની 10 હજાર કરોડની મિલકત હડપ કરવાના પ્રયાસનો આક્ષેપ કરાયો હતો. ત્યારે હાઈકોર્ટે આજે તમામ 400થી વધુ સાધુ સંતો અને હરિભક્તોને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા સાધ્વીઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પસમા રાખવા આદેશ કરાયો છે, જ્યારે પુરૂષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં, હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ પરત કરવા HCએ આદેશ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news