Bonus Share: બોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. મલ્ટીબેગર સ્ટોક જીઆરપી લિમિટેડ (GRP Ltd)એ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની એક શેર પર 3 બોનસ શેર આપી રહી છે. તે માટે રેકોર્ડ ડેટ આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલે છે રેકોર્ડ ડેટ
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું હતું કે એક શેર પર 3 બોનસ શેર યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. બોનસ ઈશ્યૂ માટે કંપનીએ 12 ઓગસ્ટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે કાલે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેનો બોનસ શેરનો લાભ મળશે. મહત્વનું છે કે કંપની પ્રથમવાર ઈન્વેસ્ટરોને બોનસ શેર આપી રહી છે. 


ડિવિડેન્ડની વાત કરીએ તો કંપની નિયમિત સમયે ડિવિડેન્ડ આપતી રહી છે. છેલ્લે કંપની 26 જુલાઈ 2024ના એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ થઈ હતી. ત્યારે કંપનીએ એક શેર પર 37.50 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. 2023માં પણ કંપનીએ જુલાઈ મહિનામાં એક શેર પર 17 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. બીએસઈ પર ઉપલબ્ધ ડેટા અનુસાર કંપનીએ પ્રથમવાર ઈન્વેસ્ટરોને 30 ઓગસ્ટ 2022ના ડિવિડેન્ડ આપ્યું હતું. 


આ પણ વાંચોઃ ક્યારે મળશે સરકારી કર્મચારીઓને 34000 કરોડ રૂપિયાનું DA Arrear? સરકારે આપ્યો જવાબ


શેર બજારમાં કંપનીનું પ્રદર્શન શાનદાર
શુક્રવારે કંપનીના શેર 0.05 ટકાના ઘટાડા સાથે 14355.90 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. જીઆરપી લિમિટેડના શેરની કિંમતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 291 ટકાથી વધુની તેજી જોવા મળી છે. તો છેલ્લા છ મહિનાથી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 180 ટકાનો લાભ થયો છે. એટલે કે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ થયા છે.


બીએસઈમાં કંપનીનો 52 વીક હાઈ 16,745.65 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 3500 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1914.12 કરોડ રૂપિયાનું છે.


ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.