GST 21મી સદીનું સૌથી મોટું ગાંડપણઃ સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, વસ્તુ તથા સેવા કર 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે અને પીવી નરસિંહ રાવે આર્થિક સુધારા માટે જે કામ કર્યું, તેને કઈ આગળ વધારી શક્યું નથી.
હૈદરાબાદઃ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ GSTને 21મી સદીનું સૌથી મોટું 'ગાંડપણ' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, દેશે 2030 સુધી 'મહાશક્તિ' બનવા માટે વાર્ષિક 10 ટકાના વૃદ્ધિ દરની સાથે આગળ વધવુ પડશે. સ્વામીએ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવને તેમના કાર્યકાળમાં કરવામાં આવેલા સુધારા માટે દેશનું સૌથી મોટું નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવાની માગ કરી છે.
રાવના સુધારા સામે કોઈ ન ટકે
સુબ્રમણ્યમ સ્વામી અહીં પ્રજ્ઞા ભારતી દ્વારા 'ભારત- વર્ષ 2030 સુધી એક આર્થિક મહાશક્તિ' વિષય પર આયોજીત એક સંમેલનમાં બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, સમય-સમય પર પરંતુ દેશે આઠ ટકાના દરે આર્થિક વૃદ્ધિ હાંસિલ કરી છે, પરંતુ કોંગ્રેસ નેતા દ્વારા આગળ વધારેલા સુધારોની આગળ કોઈ વૃદ્ઘિ ન જોવા મળી.
'કારોબારિઓને આતંકિત ન કરો'
સ્વામીએ કહ્યું, 'તેવામાં આપણે આ 3.7 ટકા (રોકાણના ઉપયોગ માટે કાર્યક્ષમતા પરિબળ આવશ્યક છે) કેમ હાંસિલ કરીશું. તે માટે એત તો (આપણે જરૂર છે) ભ્રષ્ટાચાર સાથે લડવાની અને બીજું રોકાણ કરનારને પુરસ્કૃત કરવાની જરૂર છે. તમે તેને (રોકાણકારો) આવક અને જીએસટી, જે 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે, તેનાથી આતંકિત ન કરો.'
શું ઓફિસમાં કોઈ CEOને 'મુકાબલા' ગીત પર ડાન્સ કરતા જોયા છે? અહીં જુઓ VIDEO
જીએસટી ખુબ જટિલ
રાજ્યસભાના સાંસદે કહ્યું કે, જીએસટી એટલું જટિલ છે કે કોઈપણ તે સમજી રહ્યું નથી કે ક્યાં ક્યું ફોર્મ ભરવાનું છે અને તે ઈચ્છે છે કે તેને કમ્પ્યૂટર પર અપલોડ કરવામાં આવે. સ્વામીએ રોકાણના મામલામાં દક્ષતા સ્તરમાં સુધારના મુદ્દા પર કર્યું, 'કોઈ રાજસ્થાન, બાડમેરથી આવ્યું, તેણે કહ્યું કે, અમારી પાસે વિજળી નથી, અમે કઈ રીતે અપલોડ કરીએ? તેના પર મેં તેમને કહ્યું કે, તેને તમારા માથા પર અપલોડ કરી લો અને વડાપ્રધાનની પાસે જઈને તેમને કહો.'
10 વર્ષમાં 10 ટકા વૃદ્ધિ દરની જરૂર
તેમણે કહ્યું કે, ભારતને આર્થિક મહાશક્તિ બનવા માટે આગામી 10 વર્ષ સુધી 10 ટકાના દરે આર્થિક વૃદ્ધિ હાંસિલ કરવી પડશે. તેમણે કહ્યું કે, જો આ ગતિ બની રહે તો 50 વર્ષમાં ચીનને પાછળ છોડી દઈશું અને અમેરિકાને પ્રથમ સ્થાન માટે પડકાર આપી શકાય છે. સ્માવીએ કહ્યું કે, ભારતની સામે આજે જે સમસ્યા છે, તે માગમાં ઘટાડાની સમસ્યા છે. લોકોની પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી, જેનો આર્થિક ચક્ર પર પ્રભાવ પડી રહ્યો છે.
મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, પાક વિમો કર્યો મરજિયાત
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube