મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, પાક વિમો કર્યો મરજિયાત

વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં મંત્રીમંડળ (Cabinet Meeting)એ ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana)ને હવે સ્વૈછિક બનાવી દીધી છે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે ફસલ પાક વિમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે.

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, પાક વિમો કર્યો મરજિયાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં મંત્રીમંડળ (Cabinet Meeting)એ ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana)ને હવે સ્વૈછિક બનાવી દીધી છે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે ફસલ પાક વિમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે. તો બીજી તરફ કેબિનેટે વ્યાજ સહાયતા યોજના (Interest Subvention Scheme)માં લાભને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને લાભ થશે. કેબિનેટ બેઠક પુરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોંન્ફ્રેંસમાં આ જાણકારી આપી હતી. 

5.5 કરોડ ખેડૂતોને ફસલ વીમાનો ઉઠાવ્યો ફાયદો
પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે કહ્યું કે 'વડાપ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી વડાપ્રધાન ફસલ બીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ ઉઠાવ્યો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ કુલ 13,000 કરોડ રૂપિયાનો વિમો થયો. તેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ક્લેમના રૂપમાં આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે ઘના હિતૈષી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. મંત્રીમંડળે ફસલ વીમા યોજનામાં ફેરફારને મંજૂરી આપી, તેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવી, 

કૃષિ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રીમિયમનો 50-50 ટકા યોગદાન આપે છે. પરંતુ નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે સરકારે મોટું પગલું ભર્યું છે. અહીં ફસલ વીમા પ્રીમિયમમાં 90 યોગદાન કેંદ્ર અને 10 ટકા રાજ્યનો રહેશે. આ ઉપરાંત 3 ટકા યોજનાની રકમ વહિવટીતંત્ર વ્યવસ્થા પર રહેશે. 

10 હજાર ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવાનો લક્ષ્ય
તેમણે કહ્યું કે આ ઉપરાંત કેબિનેટે 10 હજાર ખેદૂત ઉત્પાદન સંઘ બનાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. 

ડેરી સેક્ટર માટે 4558 કરોડની સ્કીમને મંજૂરી 
સરકારે ડેરી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે 4558 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી. તેથી લગભગ 95 લાખ ખેડૂતોને ફાયદો થશે. વડાપ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણય વિશે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જાણકારી આપી. તેમણે કહ્યું કે તેનાથી દેશમાં દુધ ક્રાંતિમાં નવા આયામ જોડાશે. સરકારે આ નિર્ણય ખેડૂત સમુદાયના હિત માટે લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news