GST amendment bill passed in Lok Sabha: ઓનલાઈન ગેમ્સ પર 28 ટકા ટેક્સ લાદવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં બે જરૂરી ફેરફારોને લોકસભા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે તેને પહેલા જ મંજૂરી આપી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરેખર ઇન્દિરાજીએ મિઝોરમમાં વરસાવ્યા હતા બોમ્બ અને ગોળીઓ, મોદીએ કેમ ખોલ્યા જૂના રાઝ


પાસ થઈ ગયા આ બંને બિલ
સંસદના વર્તમાન ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં બે સુધારા બિલ પસાર કરવામાં આવ્યા હતા. તે બંને બિલો The Central Goods and Services Tax (Amendment) Bill, 2023 અને  The Integrated Goods and Services Tax (Amendment) Bill, 2023 છે. આનાથી ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસ ક્લબ પર 28 ટકાના દરે GST વસૂલવાનો રસ્તો સાફ થઈ ગયો છે.


દુનિયાની સૌથી તાકતવર શાકભાજીઓમાં સામેલ છે આ પહાડી શાકભાજી, બિમારીઓને કરશે બાય બાય
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર


કેબિનેટે આ અઠવાડિયે આપી મંજૂરી 
આ પહેલાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે GST કાયદામાં સૂચિત ફેરફારોને મંજૂરી આપી હતી, જેથી ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસ ક્લબમાં હોડમાં લેવામાં આવતી સમગ્ર રકમ પર 28 ટકા ટેક્સ વસૂલવામાં આવે. તે પહેલા, GST કાઉન્સિલે ગયા અઠવાડિયે સેન્ટ્રલ જીએસટી (CGST) અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી.


Jobs 2023: 12 પાસ માટે GSRTC બંમ્પર ભરતી, જાણો A TO Z માહિતી
UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત, પેમેન્ટ કરવા માટે PIN ની જરૂર નહીં પડે!


GST કાઉન્સિલની ભલામણ
કેન્દ્રીય કેબિનેટે CGST અને IGST કાયદાઓમાં સુધારાને મંજૂરી આપ્યા બાદ બંને બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટના રોજ તેની 51મી બેઠકમાં GST કાઉન્સિલે કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગના મામલામાં ટેક્સેશન પર સ્પષ્ટતા લાવવા માટે CGST એક્ટ, 2017ના શેડ્યૂલ III માં સુધારાની ભલામણ કરી હતી.


વેટ લોસથી માંડીને વાળને ચમકાવવામાં અસરદાર છે હિબિસ્કસ ટી, જાણો તેના અચૂક ફાયદા
અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ


1 ઓક્ટોબરથી અમલમાં આવશે આ ફેરફારો 
જીએસટી કાયદામાં સુધારેલી જોગવાઈઓ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. સંસદના બંને ગૃહોની મંજૂરી બાદ પ્રસ્તાવિત સુધારા કાયદામાં ફેરવાઈ જશે. અગાઉ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું હતું કે CGST અને IGST સુધારા ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરી શકાય છે. સંસદમાં મંજૂરી મળ્યા પછી, તમામ રાજ્યો પોતપોતાની વિધાનસભાઓમાં સ્ટેટ GST એટલે કે SGSTના કાયદામાં સુધારો પસાર કરશે.


આ અત્યાર સુધીની 7 સૌથી ડરામણી ફિલ્મો છે : જોયા પછી ધોળે દિવસે લાગશે ડર, સુન્ન થઈ જશે
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube