નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલ (GST Council)ની 37મી બેઠક 20 સપ્ટેમ્બરે ગોવામાં યોજાશે. આ બેઠકમાં ખાનગી હેલ્થકેર સેક્ટરને ITC લાભ આપવા પર વિચાર થઈ શકે છે. આ પહેલાની બેઠકમાં નાણા પ્રધાને ઇલેક્ટ્રિક વ્હિકલ પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ તમને 10 લાખ રૂપિયાની કાર પર 70 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પ્રદુષણના વધતા સ્તરને જોતા ઇલેક્ટ્રિક વ્હિલકને પ્રમોટ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ટેક્સ ઓછો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગૂ છે. મહત્વનું છે કે, ઇલેક્ટ્રિક કારની સાથે-સાથે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર પણ જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર