GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે
નિર્મલા સીતારમને કહ્યું કે, જીએસટી કાઉન્સિલમાં રસી પર પાંચ ટકાનો ટેક્સ યથાવત રાખવાની સહમતિ બની છે.
નવી દિલ્હીઃ આજે નાણામંત્રી નિર્મલા સીતારમન (Finance Minister Nirmala Sitharaman) ની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેની જાણકારી નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં આપી છે.
કોરોના કાળમાં જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણયો
- કોરોના વેક્સિન પર 5 ટકા જીએસટી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર 75 ટકા વેક્સિન ખરીદશે અને તેના પર જીએસટી આપશે. પરંતુ જીએસટીથી થનારી 70 ટકા આવક રાજ્યોની સાથે વેચવામાં આવશે.
- ચાર પ્રકારની પ્રોડક્ટ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન રિલેટેડ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કિટ્સ અને બીજા મશીનો તથા કોવિડ સંબંધિત રાહત સામગ્રી સામેલ છે. આ રેટ્સ વિશે જલદી જાહેરાત કરવામાં આવશે તેમ નિર્મલા સીતારમને કહ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube