આજે જીએસટી કાઉન્સિલની બેઠક, ઇલેક્ટ્રિક વાહનો મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય
સરકાર ઇલેક્ટ્રિક વાહનના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માગે છે
નવી દિલ્હી : ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ મિટ (GST Council Meet)ની આજે 36મી બેઠક થાની છે. આ બેઠકમાં જીએસટી પરિષદ તરપથી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાતો કરવામાં આવશે એવી ધારણા છે. હાલમાં રજૂ થયેલા બજેટમાં સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇન્કમટેક્સમાં છૂટછાટ આપવાના તેમજ કસ્ટમ ડ્યુટી ઘટાડવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જાણકારોને આશા છે કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી શકાય છે.
GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, ઇલેક્ટ્રિક વાહનો પર ઘટી શકે છે GST
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વડપણમાં થનારી આ બેઠક સામાન્ય બજેટ પછીની પહેલી બેઠક હશે. આ બેઠકનું આયોજન બપોરે 3.30 કલાકે કરવામાં આવ્યું છે. આ સિવાય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે પાર્કિંગ ફ્રી અને નો ટોલ ટેક્સની રૂપરેખા પર પણ કામ કરી રહી છે. 5 જુલાઈએ રજૂ થયેલા સામાન્ય બજેટમાં નિર્મલા સીતારમણે ઇ-વ્હીકલ લેવા માટે વધારાની દોઢ લાખ રૂપિયાની છૂટની જાહેરાત કરી હતી.
12 દિવસ પછી ઘટી ડીઝલની કિંમત અને પેટ્રોલ પણ થયું સસ્તું, જાણો આજના ભાવ
આ પહેલાં 21 જૂને યોજાયેલી જીએસટી કાઉન્સિલની 35મી બેઠકમાં ઇ-વ્હીકલ પર જીએસટી ઘટાડવાનો મુદ્દો ખાસ કમિટીને મોકલવામાં આવ્યો હતો. આ કમિટીએ પણ ટેક્સ ઘટાડવાના મુદ્દે સંમતિ આપી દીધી છે. કમિટીની ભલામણ પ્રમાણે હવે ટૂંક સમયમાં એને અમલમાં મુકાશે. રાજ્યોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ફ્રી પાર્કિંગ સિવાય મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ઓફિસ તેમજ કોલોનીમાં 10 ટકા પાર્કિંગ અનામત રાખવામાં આવશે. આ વાહનોને ટોલ ટેક્સમાંથી પણ મુક્તિ આપવામાં આવશે.