GST Council Meeting: GST ફ્રી બની ઘણી દવાઓ, પેટ્રોલ-ડીઝલ પર થયો આ નિર્ણય
લખનઉમાં શુક્રવારે થયેલી GST Council ની 45 મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક બાદ સરકારે ઘણી મોંઘી જીવન રક્ષક દવાઓને GST ફ્રી કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલને GST ફ્રી કરવા મુદ્દે પર બેઠકમાં સહમતિ બની છે.
લખનઉ: લખનઉમાં શુક્રવારે થયેલી GST Council ની 45 મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક બાદ સરકારે ઘણી મોંઘી જીવન રક્ષક દવાઓને GST ફ્રી કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલને GST ફ્રી કરવા મુદ્દે પર બેઠકમાં સહમતિ બની છે.
બેઠક બાદ નાણામંત્રી સીતારમણે આપી જાણકારી
GST Council ની બેઠક બાદ પત્રકાર પરિષદ કરતાં કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે Zolgensma અને Viltepso જેવી જીવન રક્ષક મોંઘી દવાઓને GST કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સારવાર સાથે સંકળાયેલી Remdesivir દવા પર GST ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. તેને આ છૂટ આ વર્ષે 31 ડિસેમ્બર સુધી મળતી રહેશે. કેન્સરની સારવાર સાથે જોડાયેલી ઘણી દવાઓ પર પણ GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.
Nitin Gadkari દર મહિને યૂટ્યૂબ વડે કરે છે 4 લાખ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે?
છીં..છીં...છીં...મા કસમ!!! Video જોઇને ટોસ્ટ ખાવાનું છોડી દેશો તમે
પેટ્રોલ-ડીઝલના મુદ્દા પર બની નહી સહમતિ
સીતારમણે કહ્યું કે GST Council એ હાલ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં ન લાવવાનો નિર્ણય લીધો છે. કાઉન્સિલનું માનવું છે કે અત્યારે પેટ્રોલિયમ પદાર્થોને માલવાહક અને સેવા ટેક્સના દાયરામાં લાવવાનો નથી. તેમણે જણાવ્યું કે હવે સ્વિગી અને જોમેટો જેવી ફૂડ ડિલીવરી કંપનીઓને GST ચૂકવવો પડશે. આ ટેક્સ ઓર્ડર મંગાવનાર ગ્રાહક પાસેથી વસૂલ કરીને જમા કરાવશે.
તેમણે જણાવ્યું કે જૂતા ચંપલ અને કપડાં પર એક જાન્યુઆરીથી 2022 થી ઉલટા શુલ્ક માળખાને (કાચા માલ પર ઓછો અને તૈયાર માલ પર વધુ શુલ્ક)ને ઠીક કરવા પર સહમતિ બની દર્શાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube