Nitin Gadkari દર મહિને યૂટ્યૂબ વડે કરે છે 4 લાખ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે?

કોરોના મહામારીથી બચવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન (Corona Lockdown) ઘણા લોકો માટે ભલે સારું ન રહ્યું હોય, પરંતુ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ આફતમાં પણ કમાણીનો નવો અવસર શોધી કાઢ્યો.

Nitin Gadkari દર મહિને યૂટ્યૂબ વડે કરે છે 4 લાખ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે?

નવી દિલ્હી: કોરોના મહામારીથી બચવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન (Corona Lockdown) ઘણા લોકો માટે ભલે સારું ન રહ્યું હોય, પરંતુ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ આફતમાં પણ કમાણીનો નવો અવસર શોધી કાઢ્યો. ગત થોડા મહિનાથી તેમનું એક નિવેદન ખૂબ વાયરલ થઇ રહ્યું છે જેમાં તે દર મહિને યૂટ્યૂબ (YouTube) વડે 4 લાખ રૂપિયાની કમાણી હોવાનો દાવો કરી રહ્યા છે. 

યૂટ્યૂબ વડે દર મહિને 4 લાખની કમાણી
જોકે નિતિન ગડકરીએ આ નિવેદન ગુરૂવારે તે સમયે આવ્યું હતું જ્યારે તે ભરૂચમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેવે (Delhi-Mumbai Expressway) ના કંસ્ટ્રક્શનનું નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં ખુલાસો કર્યો તે તે આજકાલ યૂટ્યૂબ વડે દર મહિને રોયલ્ટી (YouTube Royalty) ના રૂપમાં 4 લાખ રૂપિયા કમાઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ લોકડાઉનની મહેનત છે જ્યારે તેમણે વિદેશી યૂનિવર્સિટીઝમાં ઘણા લેક્ચર ઓનલાઇન આપ્યા હતા. 

ઓનલાઇન કોન્ફ્રેસિંગના વીડિયો વડે કમાણી
નિતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના લોકડાઉન (Lockdown) દરમિયાન તેમણે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા જર્મની, ન્યૂઝિલેંડ, યૂએસ જેવી દુનિયાભરના ઘણા દેશોમાં સ્પીચ આપવાનો મોકો મળ્યો. તેમણે 950 ઓનલાઇન લેક્ચર આપ્યા જેના વીડિયોઝને તેમની યૂટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કર્યા છે. આ વીડિયોઝને દુનિયાભરના હજારો લાખો લોકોએ જોયા. જેથી યૂટ્યૂબ પર લોકોની સંખ્યા ઝડપથી વધવા લાગી. તેના લીધે યૂટ્યૂબ હવે રોયલ્ટીના રૂપમાં દર મહિને 4 લાખ રૂપિયા ચૂકવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news