નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલે તહેવારો પહેલા લોકોને રાહત આપતા ઘણા નિર્ણયો લીધો છે. કાઉન્સિલની આજે થયેલી બેઠકમાં ગોળ  (GST on Molasses)સહિત ઘણી પ્રોડક્ટ પર જીએસટીના રેટને ઘટાડવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની 62મી બેઠક બાદ સાંજે એક પત્રકાર પરિષદમાં તેના વિશે જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોળ અને જરી પર ટેક્સ ઘટ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ગોળ પર જીએસટીનો રેટ ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી ગોળ પર 28 ટકાના દરથી ટેક્સ લાગી રહ્યો હતો. આ રીતે સિલાઈમાં ઉપયોગ થનાર જરી (GST on Zari) દોરા પર જીએસટીનો દર 18 ટકા ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલે મિલેટ (GST on Millet)એટલે કે મોટા અનાજો પર પણ ટેક્સ કરવા વિશે વિચાર કર્યો અને આ સંબંધમાં નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 


મોટા અનાજોના મામલામાં રાહત
નાણામંત્રીએ કહ્યું કે જો કોઈ પ્રોડક્ટના કંપોઝિશનમાં 70 ટકા મોટા અનાજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેવા મામલામાં કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ ટેક્સથી આ છૂટ ત્યારે મળશે, જ્યારે વજન પ્રમાણે મોટા અનાજોનું કંપોઝિશન ઓછામાં ઓછા 70 ટકા હશે અને પ્રોડક્ટ વગર બ્રાન્ડિંગના હશે. બ્રાન્ડેડ પ્રોજેક્ટની સ્થિતિમાં 5 ટકાના દરે ટેક્સ લાગશે. અત્યાર સુધી બ્રાન્ડેડ અને પ્રી-પેકેઝ્ડ પ્રોડક્ટના મામલામાં 18 ટકા જીએસટી ટેક્સ લાગી રહ્યો હતો. 


આ પણ વાંચોઃ 35 પૈસાથી વધી 37 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ


અપીલેટ ટ્રિબ્ટૂનલને લઈને આ ફેરફાર
જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં ટેક્સના દરો સિવાય ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. નાણામંત્રીએ જણાવ્યું કે કાઉન્સિલે અપીલેટ ટ્રિબ્ટૂનલના સભ્યોના ટેન્યોરને વર્તમાન 65 વર્ષથી વધારી 67 વર્ષ સુધી કરવાને મંજૂરી આપી છે. ઓછામાં ઓછા 10 વર્ષ સુધીના અનુભવી વકીલોને અપીલેટ ટ્રિબ્યૂનલના સભ્યો બનાવી શકાશે. 


ઈએનએ પર રાજ્ય સરકારો લેશે નિર્ણય
જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક્સ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલને લઈને નિર્ણય લેવામાં આવ્યો કે તેના પર ટેક્સ વિશે રાજ્ય સરકાર પોત-પોતાના હિસાબે નિર્ણય લઈ શકે છે. નાણામંત્રીએ કહ્યું કે ભલે અદાલતે ઈએનએ પર ટેક્સ વિશે નિર્ણય લેવાનો અધિકાર જીએસટી કાઉન્સિલને આપી દીધો, અમે આ અધિકાર રાજ્યોના હવાલે કરવાનો નિર્ણય લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube