Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલ આવશે GST ના દાયરામાં? જીએસટી કાઉન્સીલે મહત્વની જાણકારી
GST on Petrol and Diesel: પેટ્રોલ-ડીઝલને સતત જીએસટી દાયરામાં લાવવાના મુદ્દા પર સતત ચર્ચા ચાલી રહી છે. પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારની વચ્ચે આ મુદ્દા પર સંમતિ બની શકી નથી.
નવી દિલ્હી: GST on Petrol and Diesel: વધતી મોંઘવારીની વચ્ચે સામાન્ય જનતાને રહાત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ની વધતી કિંમતે મોંઘવારી વધારી દીધી છે. જો જીએસટી દાયરામાં પેટ્રોલ-ડીઝલ આવે છે તો તેની કિંમત એક ઝટકામાં 20-25 રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટી જશે. પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મુદ્દા પર સંમતિ થઈ શકી નથી.
જાણો શું કહ્યું જીએસટી કાઉન્સિલે?
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, જીએસટી કાઉન્સિલે ફરી એકવાર આ મામલાને ટાળી દીધો છે. કાઉન્સિલનું કહેવું છે કે, કોરોના અત્યાર સુધી સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. એવામાં, આવનારા દિવસોમાં આવક ઘટવાની ચિંતા છે.
આ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લેતા પેટ્રોલના ભાવ ઘટાડ્યા છે. પેટ્રોલ પર દિલ્હી સરકારે વેટ ઘટાડ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 8 રૂપિયા સુધી સસ્તું થયું છે. આજે અડધી રાતથી નવા દર લાગુ થઈ જશે.
સાઉદી અરેબિયા પહોંચ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron, નોંધાયો પહેલો કેસ
GST દાયરામાં પેટ્રોલ આવે તો શું થશે?
SBI ના રિપોર્ટ અનુસાર, GST ના દાયરામાં આવ્યા બાદ પેટ્રોલ લગભગ 20-25 રૂપિયા અને ડીઝલ લગભગ 20 રૂપિયા સસ્તું થશે. એટલે કે સામાન્ય જનતાને તેનાથી મોટી રાહત મળશે. પરંતુ, તેના કારણે રાજ્ય સરકારોને ભારે નુકસાન સહન કરવું પડશે. વાસ્તવમાં, ડીઝલ-પેટ્રોલ જીએસટીના દાયરામાં ન આવવાનું કારણ રાજ્ય સરકારો છે, કારણ કે કોઈપણ રાજ્ય તેનું નુકસાન ઉઠાવવા માંગતું નથી.
ટીમ ઇન્ડિયામાં જગ્યા ડિઝર્વ નથી કરતો આ ખેલાડી, વસીમ જાફરે લીધું ચોંકાવનારૂં નામ
રાજ્ય સરકારોને મળે છે નફો
રાજ્યોની મોટાભાગની આવક પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાંથી આવે છે, તેથી રાજ્યો પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવા માંગતા નથી. અત્યારે તમામ રાજ્યો પોતપોતાના હિસાબે ભાવ નક્કી કરી શકે છે.
જનતાને મળી મોટી રાહત!, પેટ્રોલના ભાવમાં ધરખમ ઘટાડો
કેન્દ્ર સરકારને પણ મોટું નુકસાન
રાજ્ય સરકાર ઉપરાંત આનાથી કેન્દ્ર સરકારને પણ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે, જે જીડીપીના 0.4 ટકા જેટલું છે. 2019 માં પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી 19.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 15.83 રૂપિયા પ્રતિ લિટર હતી. પરંતુ કેન્દ્ર સરકારે એક વર્ષમાં બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો, જેના કારણે પેટ્રોલ પર પ્રતિ લીટર 32.98 રૂપિયા અને ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube