સાઉદી અરેબિયા પહોંચ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron, નોંધાયો પહેલો કેસ
સાઉદી અરેબિયાએ બુધવારે કહ્યું કે દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટનો પહેલો કેસ જોવા મળ્યો છે. સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ઉત્તર આફ્રિકન દેશના નાગરિકમાં આ પહેલો કેસ છે.
Trending Photos
નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં પણ કોરોનાનો ખતરનાક નવો વેરિઅન્ટ Omicron ની એન્ટ્રી થઈ છે. સાઉદી અરેબિયાએ બુધવારે કહ્યું કે દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટનો પહેલો કેસ જોવા મળ્યો છે. સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ઉત્તર આફ્રિકન દેશના નાગરિકમાં આ પહેલો કેસ છે.
રિપોર્ટ અનુસાર, જે વ્યક્તિ સંક્રમિત મળ્યો છે. તેને અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ગલ્ફ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં 14 થી વધુ દેશોમાં ફેલાઈ ચુક્યો છે.
લંડન અને અમ્સ્ટર્ડમમાં પણ ઓમિક્રોનનો કહેર
કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ ઘણો ખતરનાક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દક્ષિણ આફ્રિકા, યુરોપીયન દેશો, બ્રિટેન, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત 14 થી વધારે દેશોમાં ફેલાયો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળ્યા છે. એવામાં આ યાત્રીઓને લઇને વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે.
વિદેશમાંથી આવતા યાત્રિયોને લઇને સરકાર સતર્ક
કેન્દ્ર સરકારે at risk દેશોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં યુરોપીયન દેશો, બ્રિટેન, ધ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબે, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાયલને સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવતા નાગરીકોના દર બીજા, ચોથા અને સાતમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થશે. જો કોઈ નાગરિક પોઝિટિવ આવે છે, તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ત્યારે નેગેટિવ યાત્રીઓને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે