નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની આગામી બેઠક શનિવારે થશે. આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે કારણ કે આ બેઠકમાં ઘણી ગંભીર મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે. સાથે જ બેઠકમાં કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે ધમાસાણના પણ આસાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓનું કહેવું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં પરિષદની બેઠકમાં જીએસટી નેટવર્ક પોર્ટલ પર ઓપરેશનલ સંબંધિત ખામીઓ પર ચર્ચા થવાની આશા છે. બેઠકમાં ઇન્ફોસિસ સાથે સમાધાનની યોજનાની માંગ કરવામાં આવી શકે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ઇન્ફોસિસે 2015માં જીસટીએન નેટવર્કને ટેકનિકલ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં મોબાઇલ ફોન, જૂતા-ચંપલ અને કપડાં જેવી પ્રોડક્ટ સસ્તી થવાની આશા છે. જોકે લાંબા સમયથી આ પ્રોડક્ટની જીએસટી દરને ઘટાડવાની માંગ થઇ રહી છે. 


પાકા જીએસટી બિલ લેનારાઓ માટે 10 લાખથી એક કરોડ રૂપિયા સુધીની ઇનામી યોજના
આ બેઠકમાં ગ્રાહકોને જીએસટી બિલ લેવા પર ઇનામી યોજના શરૂ કરવાના પ્રસ્તાવ પર પણ મોહર લગાવવાની આશા છે. જાણકારોનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલ જીએસટી બિલને પ્રોત્સાહન આપવા અને ગોટાળો રોકવા માટે ગ્રાહકો માટે ઇનામી યોજના લાવવા પર વિચાર કરી રહી છે. આગામી બેઠકમાં તેને મંજૂરી મળવાની આશા છે. 


એક અન્ય અધિકારીનું કહેવું છે કે કાઉન્સિલ જીએસટી ઇ-વે બિલ સિસ્સ્ટમના રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટી (NHAI)ના ફાસ્ટૈગ વ્યવસ્થાના એપ્રિલથી એકીકરણ પર પણ ચર્ચા કરશે. તેનાથી વસ્તુઓની અવરજવર તથા જીએસટી ચોરી પર અંકુશ લગાવવામાં મદદ મળશે. આ સાથે જ કાઉન્સિલની બેઠકમાં નવા રિટર્ન ફાઇલ કરવાની વ્યવસ્થા અને ઇ-ઇનવોઇસના અમલને ટાળવાની સંભાવના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube