GST On Rent PIB Fact Check: હવે ભાડૂઆતોએ પણ ચૂકવવો પડશે 18 ટકા જીએસટી? જાણો શું છે હકીકત
GST On Rent PIB Fact Check: જો તમે કોઈપણ રહેણાંક મિલકતમાં ભાડે રહો છો તો તમારે ભાડું ઉપરાંત 18 ટકા જીએસટી પણ આપવો પડશે. સરકારે તેની વિસ્તૃત જાણકારી આપી છે.
GST On Rent PIB Fact Check: જીએસટીને લઇને સતત સમાચારો ચાલી રહ્યા છે. સરકારે 18 જુલાઈથી જીએસટીના નવા નિયમ લાગુ કર્યા છે. જો તમે કોઇપણ રહેણાંક મિલકતમાં ભાડે રહો છો તો તમારે ભાડું ઉપરાંત 18 ટકા જીએસટી પણ આપવો પડશે. આ સમાચાર છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થઈ રહી છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે ભાડું ઉપરાંત પણ ભાડુઆતે 18 ટકા જીએસટી આપવો પડશે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ...
આ વાયરલ મેસેજની PIB Fact Check એ તપાસ કરી. ત્યારબાદ પીઆઇબીએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. PIB Fact Check એ કહ્યું કે, હાઉસ રેન્ટ પર 18 ટકા જીએસટીના સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. એટલું જ નહીં, તેના પર સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે.
સામાન્ય જનતાને મોટી રાહત, દેશમાં રિટેલ મોંઘવારી દરમાં મોટો ઘટાડો
સરકારે કરી સ્પષ્ટતા
એક ટ્વીટમાં પીઆઇબીએ કહ્યું કે, રહેણાંક યુનિટનું ભાડું ત્યારે ટેક્સ યોગ્ય હોય છે જ્યારે તેને કોઈ જીએસટી રજિસ્ટર્ડ કંપનીને કારોબાર કરવા માટે ભાડે આપવામાં આવે છે. તેમાં વધુ ક્લિયર કરવામાં આવ્યું છે કે, પર્સનલ યુઝ માટે જો કોઈ વ્યક્તિ તેને ભાડે લે છે તો તેના પણ કોઈ જીએસટી આપવો પડતો નથી.
આઝાદ ભારતના પહેલા PM ને તો જાણતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કેબિનેટ મંત્રી કોણ હતા?
જાણો શું છે નિયમ?
ઉલ્લેખનીય છે કે, જીએસટીની બેઠક બાદ સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, જો કોઈ વ્યક્તિ રહેણાંક પ્રોપર્ટીને પોતાના બિઝનેસના ઉદેશ્યથી ભાડે લે છે તો તેને જીએસટી આપવો પડશે. પહેલા જ્યારે કોઈ કોમર્શિયલ કામ માટે ઓફિસ અથવા બિલ્ડિંગને લીઝ પર લેતા હતા માત્ર ત્યારે તેને લીઝ પર જીએસટી આપવો પડતો હતો. ખરેખરમાં જીએસટીની બેઠક બાદથી લોકોમાં વધેલા દરને લઇને વિરોધ જોવા મળી રહ્યો છે.
ઉફફ... ઉર્ફી જાવેદે આ શું પહેરી લીધું, કપડા જોઇને તમે કહેશો હવે શું બાકી રહ્યું!
એક્સપર્ટે પરિસ્થિતિ કરી સ્પષ્ટ
એક્સપર્ટનું માનીએ તો જો કોઈ સામાન્ય પગારદાર વ્યક્તિએ ભાડે એક રહેણાંક મિલકત અથવા ફ્લેટ લીધો છે, તો તેમને જીએસટીની ચૂકવણી કરવાની રહેતી નથી. જ્યારે એક જીએસટી રજિસ્ટર્ડ વ્યક્તિ અથવા સંસ્થા જે વેપાર કરે છે, જો તેઓ ભાડા પર રહેણાંક ઘર અથવા ફ્લેટ લે છે તો તેમને માલિકને ભાડું ઉપરાંત 18 જીએસટી આપવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube