નવી દિલ્હી: જીએસટી પરિષદ શનિવારે 23 વસ્તુઓ પર જીએસટીના દર ઓછા કર્યા બાદ હવે આગામી મહિને થનારી બેઠકમાં નિર્માણધીન આવાસીય એકમો અને કમ્પ્લીશન (કંપ્લીશન સર્ટિફિકેટ)ની રાહમાં પડી રહેલા તૈયાર ફ્લેટ પર ટેક્સના દરને ઘટાડીને પાંચ ટકા કરી શકે છે. એક અધિકારીએ આ વાત કહી. હાલમાં એવા તૈયાર ફ્લેટ પર જીએસટીના દર 12 ટકા છે જેમને કાર્યપૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળ્યું નથી. જોકે રિયલ એસ્ટેટ સંપત્તિઓના તે ખરીદારો પર જીએસટી લાગશે નહી, જેને વેચાણ વખતે કાર્ય-પૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALTO થી પણ વધુ માઇલેજ આપશે Maruti-Toyota ની આ નવી હાઇબ્રિડ કાર, જાણો ક્યારે થશે લોંચ


એક અધિકારીએ કહ્યું કે આ મામલે 12 ટકાની જીએસટીનું ભારણ તો કાયદેસર રીતે બિલ્ડરો દ્વારા વપરાશમાં લેવાતા મટિરિયલ્સ માટે ચૂકવાયેલા ટેક્સના લીધે આંશિકરીતે ઓછો થાય છે. આમ જોતાં નિર્માણાધિન મકાનો પર જીએસટીની વાસ્તવિક રીતે અંદાજે 5-6 ટકા ટેક્સનું ભારણ પડવું જોઇએ. પરંતુ બિલ્ડરો દ્વારા મકાન માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પર ચૂકવાતા ટેક્સનો લાભ ગ્રાહકો સુધી પહોંચી રહ્યો નથી. 


અધિકારીએ જણાવ્યું હતું કે 'જીએસટી પરિષદની સમક્ષ રાખવામાં આવેલા પ્રસ્તાવોમાં એક એ પણ છે કે 80 ટકા નિર્માણ સામગ્રી રજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદનાર બિલ્ડરો માટે જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવે.'' તેમણે કહ્યું કે હાલમાં બિલ્ડર નિર્માણમાં ઉપયોગ થઇ રહેલી વસ્તુઓ માટે કેશમાં ચૂકવણી કરી રહ્યા છે અને ગ્રાહકોને સામગ્રી ખરીદીમાં ચૂકવવામાં આવેલા ટેક્સ પર મળનાર લાભનો ફાયદો પહોંચતો નથી. એટલા માટે ઔપચારિક વ્યવસ્થા અંતગર્ત લાવવાની જરૂરિયાત છે. ફ્લેટ અને ઘરના નિર્માણમાં ઉપયોગ થનાર મોટાભાગની વસ્તુઓ, પંજીગત સામાન અને સેવાઓ પર 18 જીએસટી લાગે છે જ્યારે સીમેંટ પર 28 ટકાનો જીએસટી લાગે છે

GST લાવ્યું અચ્છે દિન, ઘરેલૂ સામાન પર દરેક પરિવારને થાય છે આટલા રૂપિયા બચત
2018માં સસ્તા મકાનોએ ધૂમ મચાવી, વેચાણમાં થયો 25%નો વધારો
કંપ્લીશન સર્ટિફિકેટ વિનાના ઘર ખરીદવા પડશે મોંઘા, ચૂકવવો પડશે 12% GST
જાણો, HOME LOAN માં શું થયો છે ફેરફાર, નફો થશે કે નુકસાન?


(ઇનપુટ ભાષા)