નવી દિલ્હી: GST ને દેશની ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં સૌથી મોટું રિફોર્મ ગણવામાં આવે છે. તેને સફળતાપૂર્વક લાગૂ કરવાનો શ્રેય જાય છે દેશના પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને, જેમની આજે પ્રથમ પુણ્યતિથિ પણ છે. આ અવસર પર હાલના નાણામંત્રી નિર્મલા સીતારણએ તેમને યાદ કરતાં ઘણા ટ્વિટ્સ (tweets) કર્યા. નાણા મંત્રાલયના ટ્વિટ્સમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે GST થી બિઝનેસમેન અને સામાન્ય લોકોની જીંદગી પર ટેક્સનો બોજો ઓછો થયો. GST આવ્યા બાદ કંપ્લાયન્સ સરળ અને ટેક્સપેયર બેસ વધીને 1.24 કરોડ પહોંચી ગયું છે. નાણા મંત્રાલયે કહ્યું કે GST પહેલાં વેલ્યૂ એડેડે ટેક્સ (VAT), એક્સાઇઝ, સેલ્સ ટેક્સ અને બીજા પ્રકારના તમામ ટેક્સ મળીને કુલ ટેક્સ રેટ 31 ટકા થતો હતો. હવ આ સાબિત થઇ ચૂક્યું છે કે GST કંઝ્યૂમર અને ટેક્સપેયર બંને માટે ફાયદાકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GST થી વેપારીઓને મળી રાહત
નાણા મંત્રાલયે જણાવ્યું કે 40 લાખ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GST માંથી છૂટ આપવામાં આવી છે. આ લિમિટ પહેલાં 20 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત હવે 1.5 કરોડ ટર્નઓવરવાળા પણ કંપોઝીશન સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે. અને ફક્ત 1% ટેક્સ આપીને બિઝનેસ કરી શકશે. જ્યારે પહેલાં આ સ્કીમ 75 લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવરવાળા બિઝનેસમેનને મળતી હતી. 


તમામ જરૂરી વસ્તુઓ પર ટેક્સ ઘટાડો
નાણા મંત્રાલયે જણાવ્યું કે GST જ્યારથી લાગૂ થયો હતો, તો મોટી સંખ્યામાં ઉત્પાદનો પર ટેક્સ ઘટ્યો, અત્યારે 28% ટેક્સના દાયરામાં લક્સરી અને નુક્સાન પહોંચાડનાર વસ્તુઓ સામેલ છે. 28% દાયદામાં પહેલાં 230 વસ્તુઓ હતી, જેમાંથી 200 વસ્તુઓને નીચલા ટેક્સમાં નાખવામાં આવી છે. હાઉસિંગ સેક્ટરને 5% સ્લેબમાં નાખવામાં આવ્યું છે. જ્યાર એફોર્ડેબલ હાઉસિંગને 1%માં રાખવામાં આવી છે. GST ની પ્રક્રિયાઓને સંપૂર્ણ રીતે ઓટોમેટિક કરી દીધી છે. આ ઉપરાંત અત્યાર સુધી 50 કરોડ રિટર્ન ઓનલાઇન દાખલ થઇ ચૂક્યા છે અને 131 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા છે. 


રોજિંદા વસ્તુઓ સસ્તી થઇ
નાણા મંત્રાલયે જણાવ્યું કે સામાન્ય રીતે રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે તેલ, ટૂથપેસ્ટ, સાબુ વગેરે પર ટેક્સ GST આવ્યા પછી ઓછા થયા છે. GST પહેલાં તેના પર 29.3% ટેક્સ લાગતો હતો, જે હવે ઘટીને 18% થઇ ગયો છે. એટલું જ નહી GST પહેલાં સિનેમા પર 35 ટકાથી માંડીને 110 ટકા ટેક્સ લાગતો હતો હએ તેના પર 12-18 ટકા GST લાગે છે.  


નાણા મંત્રાલયના અનુસાર જ્યારે GST ની શરૂઆત થઇ હતી, તો ફક્ત 65 લાખ જ અસેસી (assessees) હતા. જે વધીને 1.24 કરોડ રૂપિયા થઇ ગયા છે. GST ને 1 જુલાઇ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 17 ટેક્સને મિક્સ કરીને એક કરી દીધો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube