GST Invoices Upload: મોટો કારોબાર કરતી કંપનીઓ માટે જીએસટી અંગે નવું અપડેટ આવ્યું છે. કંપનીઓએ એક નવેમ્બરથી માલ અને સેવા કર (GST) સંબંધિત રસીદોને પોર્ટલ પર 30 દિવસની અંદર 'અપલોડ' કરવાની રહેશે. આ જોગવાઈ 100 કરોડ રૂપિયા કે તેથી વધુનો કારોબાર કરનારી કંપનીઓ પર લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NICએ આપી જાણકારી
જીએસટીના ઈ રસીદ પોર્ટલનું સંચાલન કરનારી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ એક ભલામણમાં જીએસટી ઓથોરિટીના આ ફેસલાની જાણકારી આપી. જે મુજબ ઓથોરિટીએ રસીદ જારી થવાની તારીખથી 30 દિવસની અંદર તેને પોર્ટલ પર અપલોડ કરવાનું કહ્યું છે. 


1 નવેમ્બરથી લાગૂ થશે નિયમ
આ સમયમર્યાદા 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુના વાર્ષિક કારોબારવાળા કરદાતાઓ પર લાગૂ  થશે. આ વ્યવસ્થા એક નવેમ્બર 2023થી લાગૂ થઈ જશે. 


CBIC તમામ કારોબારીઓ પર લાગૂ કરી શકે છે
એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે આ વ્યવસ્થા સુચારુ રીતે લાગૂ થવાની સ્થિતિમાં CBIC તેને આગળ જઈને બધા જીએસટી કરદાતાઓ માટે લાગૂ કરી શકે છે. 


1 સપ્ટેમ્બરથી શરૂ થઈ મેરા બિલ મેરા અધિકાર યોજના
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી એક સપ્ટેમ્બરથી મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ દર મહિને સરકાર 800 લોકોને પસંદ કરશે. આ એ 800 લોકો હશે જે દ ર મહિને પોતાનું જીએસટી બિલ ઓનલાઈન અપલોડ કરશે. આ 800 લોકોને 10 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જ્યારે 10 એવા લોકો પણ પસંદ કરાશે જેમને સરકાર 10 લાખ રૂપિયાની રકમ આપશે. યોજના હેઠળ એક કરોડનું બંપર ઈનામ ત્રિમાસિક આધારે કાઢવામાં આવશે. આ ઈનામ બે લોકોને આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube