પેન અને પેન્સિલ બનાવનારી કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે 2035 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા. બપોરે સવા એક વાગ્યાની આજુબાજુ આ સેર 5.15 ટકાની તેજી સાથે 1943 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા હતા. એનએસઈ પર આજે તે 1859.20 રૂપિયા પર ખુલ્યા હતા. જો ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પ્રાઈસ હિસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક લગભગ 9 ટકા ચડી ચૂક્યો છે. છેલ્લા છ મહિનામાં તેણે 46 ટકાથી વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોક 52 ટકાથી વધુ ઉછળી ચૂક્યો છે. તેનો ઓલ ટાઈમ હાઈ 2035 રૂપિયા છે જે તેણે આજે  ટચ કર્યો છે. જ્યારે 22 ડિસેમ્બર 2023ના રોજ તે 1307 રૂપિયા પર હતો. તેનો એક વર્ષનો ન્યૂનતમ ભાવ 1225.60 રૂપિયા છે. 


કેવી છે નાણાકીય સ્થિતિ
DOMS ઈન્ડસ્ટ્રીઝની આવકમાં એક વર્ષની સરખામણીમાં જાન્યુઆરી અને માર્ચ 2024 વચ્ચે 55 ટકાના વધારા સાથે 159.6 કરોડ થઈ ગઈ. આ સમયગાળામાં રાજસ્વ 26.8 ટકા વધીને 1537  કરોડ થઈ ગયું. આ પરિણામોથી ગદગદ થઈને રોકાણકારોમાં શેર પ્રત્યે આકર્ષણ વધી ગયું. 


2.50 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત
ત્રિમાસિક માટે એબિટા 22.6 ટકા વાર્ષિક આધાર પર 75.93 કરોડ રૂપિયા થ યું. જ્યારે આ સમયગાળા માટે એબિટા માર્જિન 40 આધાર અંક વધીને 18.8 ટકા થઈ ગયો. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝે 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક શેર માટે  2.50 રૂપિયાના ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. 


ગુજરાતની કંપની
ગુજરાતના વલસાડ સ્થિત આ કંપની પોતાના હાલના પ્લાન્ટની બાજુમાં 44 એકરના ક્ષેત્રમાં ઉમરગામમાં એક નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિર્માણ કરી રહી છે. તેણે જાન્યુઆરી અને માર્ચ 2024 વચ્ચે 100000 વર્ગ ફૂટ મેન્યુફેક્ચરિંગ સ્પેસ ઉમેરી છે અને અન્ય 100000 વર્ગ ફૂટ નિર્માણધીન છે. માર્ચ 2024ના અંતમાં કુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 1.4 મિલિયન વર્ગ ફૂટ હતી. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)