અમદાવાદ: ગુજરાત ઔદ્યોગિક અને વેપાર ધંધા ધરાવતું રાજ્ય છે. જેમાં 16 લાખ 54 હજાર ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે ઉંચી સબસિડી આપીને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. ગુઅજ્રાતના બધા જ ઘરો વીજ કનેક્શન ધરાવે છે. આમ ગુજરાત મોટા પ્રમાણમાં વીજ વપરાશ કરતું રાજ્ય છે. નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવેલી જ્યોતિગ્રામ યોજનાથી રાજ્યના ગામડાઓમાં સતત વિજળી પુરી પાડવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત બજેટ 2019: શિક્ષણ અને આરોગ્ય માટે સરકારે બનાવ્યો આ પ્લાન


ગ્રીન એન્ડ ક્લીન એનર્જી
આગામી સમયમાં વધતી જતી ઉર્જાને માંગને પહોંચી વળવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત મારફતે ગ્રીન એન્ડ ક્લીન એનર્જી ઉત્પન્ન કરવાના લાંબાગાળા આયોજન સરકારે અમલમાં મુક્યા છે. આગામે વર્ષોમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સૌર અને પવન ઉર્જા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી એ સ્તરે પહોંચવા માંગે છે કે ગુજરાત પોતાની જરૂરિયાતો સાથે સાથે દેશના અન્ય રાજ્યોની જરૂરિયાત પણ પૂર્ણ કરે. 

Gujarat Budget 2019: નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું ગુજરાત બજેટ, જાણો કોને શું મળ્યું


વર્ષ 2013માં ગુજરાતની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી, જે આજે 8885 મેગાવોટ છે. જેને 2020 સુધીમાં 30,000 મેગાવોટ સુધી લઇ જવાનું આયોજન છે. જેમાંથી 20 હજાર મેગાવોટનો ગુજરાતમાં કરવામાં આવશે અને 10 હજાર મેગાવોટ વીજળી અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.  
Gujarat budget 2019-20 : આજે નિતિન પટેલ રજૂ કરશે પૂર્ણ બજેટ, કોંગ્રેસે બનાવ્યો ખાસ પ્લાન


પર્યાવરણના જતન સાથે વિકાસ
અમદાવાદ, વડોદરા અને જેતપુરના હજારો ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તે પાણી ઉંડા દરિયામાં વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવાની પાઇપલાઇન પીપીપીના ધોરણે નાખવામાં આવશે. જેથી નદીમાં થતું પ્રદૂષણ અટકશે. કુલ અંદાજે રૂપિયા 2275 કરોડની આ યોજનાઓ માટે આ વર્ષે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.