ગુજરાત બજેટ 2019: શિક્ષણ અને આરોગ્ય માટે સરકારે બનાવ્યો આ પ્લાન

ગુજરાત બજેટ 2019: શિક્ષણ અને આરોગ્ય માટે સરકારે બનાવ્યો આ પ્લાન

અમદાવાદઃ આજે નાણામંત્રી નીતિન પટેલ 7મીવાર નાણાંકીય વર્ષ 2019-20 માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કરી કર્યું હતું. ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાંમંત્રીએ 2,04,815 કરોડનુ બજેટ રજૂ કરવા દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બજેટ વાંચવાની શરૂઆત કરતાં તેમણે એક પછી એક જાહેરાતો કરી હતી. બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા મહત્વના મુદ્દાઓને આવરી લેતાં આ ક્ષેત્રના વિકાસ માટે મોટા બજેટની ફાળવણી કરી હતી.

શિક્ષણ
- શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડઃ નવા પાચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ, દુધ સંજીવની અને અન્ન ત્રીવેણી યોજના માટે 1015 કરોડ, બાળકો ની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચુઅલ કલાસ રૂમ માટે 103 કરોડ
- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ
- ૪૨ સરકારી કોલેજો તથા સરકારી યુનિવર્સિટીઓના નવા ભવનોના બાંધકામ માટે રૂપિયા ૨૦૬ કરોડની જોગવાઈ
- કોલેજ અને પોલિટેકનિકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા ૩ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે રૂપિયા ૨૫૨ કરોડની જોગવાઈ.
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટીકસ જેવી ઉભરતી ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓને અવગત કરાવવા અદ્યતન લેબોરેટરી સ્થાપવા, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી તેમજ ઇનોવેશન હબ માટે રૂપિયા ૫૦ કરોડની જોગવાઈ

આરોગ્ય
- આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10.800 કરોડ
- આયષમાન ભારત જન આરોગ્ય યોજના ના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચેકવાયા: આ વર્ષે 450 કરોડની જોગવાઈ
- શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમા વિના મૂલ્યે દવાઓ માટે 500 કરોડ
- સીઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજય વ્યાપી માટે 85 કરોડ,  પી.એચ.સી, સી.એચ.સી  બાધકામ માટે 129 કરોડ
- તબીબી શિક્ષણ માટે Mbbs 4800, dental 1240, pg pg diploma સુપર સ્પેશ્યાલીટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ
- રાજકોટ  એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી આતર માળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 એમ.બી.બીએસ બેઠકો માટે 80 કરોડ, સુરત ભાવનગર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમા ઓ.પી.ડી બિલ્ડીગ અને નર્સીગ બિલ્ડીગ માટે 116 કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news