વાઇબ્રન્ટ સમિટ પહેલાં જાહેર થશે નવી ટેક્સટાઇલ પોલીસી, સુરતને ટેક્સટાઇલ પાર્ક મળવાના સંકેત
ગુજરાત રાજ્ય સરકાર તરફથી વાઇબ્રન્ટ સમિટ પહેલા નવી ટેકસટાઇલ પોલીસી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સુરતના વિવિધ અગ્રણીઓએ સીએમ, ડે.સીએમ તથા ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથે એક બેઠક યોજી હતી. જેમાં ઉર્જામંત્રીએ કેટલા ઉદ્યોગકારો શહેરની બહાર જવા તૈયાર છે તેવો સવાલ કરતા નવી ટેક્સટાઇલ પોલિસીમાં સુરતને ટેક્સટાઇલ પાર્ક મળે તેવો સંકેત ઉદ્યોગકારોને મળ્યો છે.
ચેતન પટેલ, સુરત: ગુજરાત રાજ્ય સરકાર તરફથી વાઇબ્રન્ટ સમિટ પહેલા નવી ટેકસટાઇલ પોલીસી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સુરતના વિવિધ અગ્રણીઓએ સીએમ, ડે.સીએમ તથા ઉર્જામંત્રી સૌરભ પટેલ સાથે એક બેઠક યોજી હતી. જેમાં ઉર્જામંત્રીએ કેટલા ઉદ્યોગકારો શહેરની બહાર જવા તૈયાર છે તેવો સવાલ કરતા નવી ટેક્સટાઇલ પોલિસીમાં સુરતને ટેક્સટાઇલ પાર્ક મળે તેવો સંકેત ઉદ્યોગકારોને મળ્યો છે.
ઔષધિઓની ખેતી કરી કરોડોની કમાણી કરે છે આ ખેડૂત, દુનિયાભરમાં વગાડ્યો ડંકો
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં પણ નવી ટેક્સટાઇલ પોલિસીમાં વીજ સબસીડી માટે માંગ કરવામાં આવી છે. સુરતમાં ઉત્પાદિત થતા ગ્રેની તુલનામાં મહારાષ્ટના ભિવંડી અને નવાપુરમાં સસ્તા ભાવે કાપડ તૈયાર થાય છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી અમુક યુનિટો દ્વારા ગુજરાતથી મહારાષ્ટ્રમાં સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતને ટેક્સટાઇલ હબ બનાવવાની નેમ રાખી રહ્યાં છે અને બીજી તરફ જીએસટી બાદ સુરતના કાપડ ઉદ્યોગની હાલત કફોડી બની છે.
8 મહિના બાદ સૌથી સસ્તુ થયું પેટ્રોલ: ડીઝલમાં 7.97 અને પેટ્રોલ 9.96 રૂપિયાનો ઘટાડો
આવા સંજોગોમાં નવી ટેક્સટાઇલ પોલિસી જ સુરતના કાપડ ઉદ્યોગ માટે તારણહાર સાબિત થઈ શકે છે. ગાંધીનગર ખાતે રજૂઆત માટે ગયેલા સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું હતું કે નવી ટેક્સટાઇલ પોલિસી બાબતે કરવામાં આવેલી રજૂઆત બાદ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમો શહેરની બહાર જવા તૈયાર છે તે અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે સવાલ કર્યો હતો.
આ સાથે જો ઇન્ડસ્ટ્રીયલ એકમો શહેરની બહાર જવા તૈયાર હોઇ તો તેમના માટે બેસીને આયોજન કરી આપવા અંગે પણ તૈયારી બતાવવામાં આવી છે. જેને લઇને કેટલાંક આંકડાઓની માંગણી કરવામાં આવી છે. પ્રોસેસિંગ એકમો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે ચર્ચા કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ ઉર્જામંત્રીને મોકલી દેવામાં આવશે અને બાદમા આ અંગે નિર્ણય કરવામાં આવશે.