Investment In Gujarat કચ્છ : ગુજરાતની જમીન સોના કરતા પણ વધુ કિંમતી બની રહી છે. ત્યારે હવે ગુજરાતમાં એક લાખ કરોડનું જંગી રોકાણ આવી રહ્યું છે. કંડલામાં ગ્રીન હાઇડ્રોજન એકમો સ્થાપશે. દેશની ટોચની ચાર કંપનીઓને આ માટે જમીન ફાળવણી કરવામા આવી છે. રિલાયન્સ, એલ એન્ડી , ગ્રીનકો અને વેલસ્પાન કંડલામાં પોતાના ગ્રીન હાઈડ્રોજન એકમો સ્થાપશે. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટવીટ કરીને આ માહિતી આપી છે. આ રોકાણ ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ બની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મોટું રોકાણ
હવેનો સમય રિન્યુએબલ એનર્જિનો છે. ત્યારે  રીલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ગ્રીનકો ગ્રુપ અને વેલસ્પન ન્યુએનર્જી જેવી કંપનીઓ કંડલામાં ગ્રીન હાઇડ્રોજન તથા ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે એક લાખ કરોડનું રોકાણ કરવાના આયોજનમાં છે. જે આ ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. આ રોકાણથી ગુજરાતમા નોકરીની નવી તકો ઉભી થશે. હાલ ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ થયેલી હોવાથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણી બાદ જુન મહિનામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 


રિવાબા તમારું લોહી ઉકળતું નથી, તમે ચૂપ કેમ છો? ક્ષત્રિયાણી મહિલાએ કર્યા સળગતા સવાલ


દેશનો ટાર્ગેટ 
ભારતના ગ્રીન હાઇડ્રોજન મિશનમાં દેશને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેના આધારે ઇંધણ-ઉર્જાની આયાત ઘટાડીને અર્થતંત્રને લાભ કરાવવાનો ટારગેટ છે. 2030 સુધીમાં  પાંચ મીલીયન ટન હાઇડ્રોજન ઉત્પાદનનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે, સાથોસાથ રીન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં 8 લાખ કરોડના ખર્ચે 125 ગીગાવોટનો વધારો કરવાનું લક્ષ્ય છે.


હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે, સાઈડલાઈન કરાયેલા કયા ભેદીએ ભાજપમાં આગ લગાવી


કોને કેટલી જમીન ફાળવાઈ
ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે કંડલામાં ગુજરાતના દિનદયાલ પોર્ટ એથોરિટી (ડીપીએ) દ્વારા ચાર કંપનીઓને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ડીપીએ દ્વારા લગભગ ચાર હજાર એકર જમીનમાં ૧૪ પ્લોટની ઓફર કરવામાં આવી હતી. જે પૈકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ૬ પ્લોટ, એલ એન્ડ ટીને પાંચ પ્લોટ, ગ્રીનકો ગ્રુપને બે પ્લોટ અને વેલસ્પન ન્યુ એનર્જીને એક પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જમીના પ્રત્યેક પ્લોટને દર વર્ષે એક મિલિયન ટન (એમટીપીએ) ગ્રીન એમોનિયા ઉત્પાદન માટે નિર્ધારિત કરવામાં આવેલ છે.


ગત મહિના હરાજીમાં આ ચાર કંપનીઓ દ્વારા સૌથી ઉંચી બોલી લગાવવામાં આવી હતી. જેમાં કંડલા બંદર ખાતે દર વર્ષે સાત મિલિયન ટચ ગ્રીન એમોનિયા અને દર વર્ષે 1.4 મિલિયન ટન ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. 


લંડનમાં લાખોની નોકરી ઠુકરાવીને ગુજરાતની આ દીકરીએ શરૂ કર્યુ સેનેટરી પેડનું સ્ટાર્ટ અપ