લંડનમાં લાખોની નોકરી ઠુકરાવીને ગુજરાતની આ દીકરીએ શરૂ કર્યુ સેનેટરી પેડનું સ્ટાર્ટ અપ

Positive Story : સુરતની શિવાની મિત્તલે નાની મૃત્યુ બાદ ઓર્ગેનિક કોટન સેનેટરી પેડનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું, તેણે યુક્રેન અને ઈઝરાયેલ યુદ્ધમાં પ્રભાવિત મહિલાઓ માટે ફ્રી સેનેટરી પેડ અને ડિગ્નીટી કીટ મોકલી હતી

લંડનમાં લાખોની નોકરી ઠુકરાવીને ગુજરાતની આ દીકરીએ શરૂ કર્યુ સેનેટરી પેડનું સ્ટાર્ટ અપ

Surat Start Up ચેતન પટેલ/સુરત : લંડન જેવા શહેરમાં લાખો રૂપિયાની નોકરી છોડીને ભારત પરત ફર્યા બાદ શિવાની મિત્તલે ભારતની મહિલાઓ માટે ઓર્ગેનિક કોટન સેનેટરી પેડ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ઓવેરિયન કેન્સરને કારણે નાનીના મૃત્યુ પછી શિવાનીને મહિલાઓને જાગૃત કરવાનો વિચાર આવ્યો. જેથી તેને ઓર્ગેનિક સેનિટરી પેડ સ્ટાર્ટઅપ ની શરૂઆત કરી. એટલું જ નહીં શિવાની યુક્રેન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પ્રભાવિત વિસ્તારની મહિલાઓને ફ્રી સેનેટરી પેડ અને અન્ય જરૂરી ડીગનીટી કીટ પણ આપી રહી છે. 

લંડન જેવા શહેરમાં ઉદ્યોગસાહસિકતા જેવા વિષયમાં માસ્ટર ડિગ્રી કરનાર સુરતની 28 વર્ષીય શિવાની મિત્તલ 40 લાખ રૂપિયાની નોકરી છોડીને ભારત એક ખાસ ઉદ્દેશ્ય સાથે આવી હતી. જ્યારે શિવાની મિત્તલને ખબર પડી કે તેની નાની ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામી છે ત્યારે તે દુઃખી થઈ ગઈ હતી. કારણ કે તેની નાની સ્વસ્થ હતી અને સ્વસ્થ આહાર પણ લેતી તેને આ કેન્સર શા માટે થયું તે અંગે રિસર્ચ કરવાની શરૂઆત કરી. ત્યારે તેને ખબર પડી કે વિશ્વભરમાં બીજા મિનિટે મહિલાઓ સર્વાઇકલ કેન્સર કે ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામે છે. જેની પાછળ મુખ્ય કારણ અન હાઈજિન અને કેમિકલ યુક્ત પેડ પણ છે.

સામાન્ય પેડના કેમિકલથી મહિલાઓને નુકસાન થાય છે
શિવાનીએ પોતાની એક બેહનપણી સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સ્ટાર્ટઅપ હેઠળ, શિવાનીએ મહિલાઓને ઓવેરીયન અને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે એક હાઇજીન ઓર્ગેનિક પેડ બનાવે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય સેનિટરી પેડ્સને વિઘટિત થવામાં 500 વર્ષ લાગે છે. જે પૃથ્વી માટે હાનિકારક છે અને તેમાં રહેલા રસાયણોને કારણે મહિલાઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.આ બંને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શિવાનીએ આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું.શિવાનીએ સરળતાથી નિકાલ કરી શકાય તેવું પેડ બનાવ્યું છે જે સામાન્ય સેનેટરી પેડની કિંમત કરતાં સસ્તું છે.

surat_pad_girl_zee2.jpg

નાની મૃત્યુ બાદ સ્ટાર્ટ અપનો આઈડિયા આવ્યો 
શિવાની મિત્તલે જણાવ્યું હતું કે, નાનીના મૃત્યુ બાદ તેમણે ઓર્ગેનિક પેડના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેનું સૌથી મોટું કારણ હતું સર્વાઇ ઇકલ કેન્સર. આ એક એવો વિષય છે જેના પર આજેય લોકો ખુલીને વાત કરતા નથી. જોકે, આ સમસ્યા મહિલાઓ માટે ખુબ મોટી છે. તેથી તેઓએ સોલ્યુશન આપવા ઓર્ગેનિક કોટનથી બનેલા પેડ્સ બનાવવાની શરૂઆત કરી. જે કેમિકલ અને પ્લાસ્ટિક ફ્રી હોય છે. જેનાથી મહિલાઓને કેન્સર થવાના અને પર્યાવરણને નુકસાનની શક્યતા ઘટી જાય છે. 

શિવાની મિત્તલ સમાજને પિરિયડ્સ અને વિમેન હેલ્થ વિશે સારી રીતે અવેર કરવા માંગે છે. તે ઇચ્છે કે ઘરના સભ્યો મહિલાઓની તકલીફો વિશે જાણે. તેણે વધુમાં જણાવ્યું કે, સ્વચ્છતાના અભાવે મહિલાઓ હોર્મોનલ અસંતુલન અને કેન્સર સહિત અન્ય અનેક રોગોનો ભોગ બની શકે છે. કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તેમને શું નુકસાન થઈ શકે છે તેની મહિલાઓને જાણ હોતી નથી. અમે માત્ર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જ નથી વેચતા પણ મશીનો પણ લગાવી રહ્યા છીએ. જેથી મહિલાઓ તેને સરળતાથી મેળવી શકે. 

surat_pad_girl_zee3.jpg

યુદ્ધ માટે મોકલ્યા સેનેટરી પેડ્સ
તેણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે એક કીટ બનાવી છે. જે અમે ગાજા અને આસપાસના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આ ડિગ્નિટી કિટ પહોંચાડી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 5000 કીટ પહોંચાડી છે. અમે આ કિટ એનજીઓ દ્વારા ત્યાંના મહિલાઓ સુઘી પહોંચાડી રહ્યા છીએ. મહિલાઓ માટે સેનિટરી પેડ સહિત જરૂરી વસ્તુઓ આ કિટ ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં પણ અમે 20000 કીટની ઓળખ કરી રહ્યા છીએ. જો જરૂર પડશે તો અમે તે પછી પણ કીટ પહોંચાડીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news