Bank Fraud : મહાલક્ષ્મી બેંકમા ખાતુ ધરાવતા નાગરિકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા RBI એ રદ્દ કરી છે. બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા સમયથી મહાલક્ષ્મી બેંકમાં વિવાદ ચાલતો હતો. બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાલક્ષ્મી બેંકની વડોદરા જિલ્લામાં 5 જેટલી બ્રાન્ચ આવેલી છે. આ પાંચેય બ્રાન્ચ હવે બંધ કરવાનો વારો આવ્યો છે. તેથી જો તમારા રૂપિયા આ બેંકમાં હોય તો ચેતી જજો. આ સમાચારથી ખાતેદારના જીવ તાળવે ચોંટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેંક મૂળ વડોદરાની બેંક છે. જેની વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 5 બ્રાન્ચ આવેલી છે. આ તમામ બ્રાન્ચને હવે તાળા લાગી જશે. 


ડોક્ટરોની મહેનત ન ફળી! 15 તબીબોએ 5 કલાક સર્જરી કરી જોડેલો બાળકનો હાથ ફરી કાપવો પડ્યો


મેનેજરે નોંધી હતી ફરિયાદ 
વડોદરા જિલ્લામાં પ્રસ્થાપિત મહાલક્ષ્મી બેંકના વહીવટ સામે અનેક ગેરરીતિ સામે આવી હતી. તેવામાં વધુ એક વિવાદ સામે આવતા અનેક બેંકના ખાતેદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. ડભોઇ પોલીસ સ્ટેશનમાં મહાલક્ષ્મી બેંકના હાલના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી છે, જેમાં 3.15 કરોડ રૂપિયા પૂર્વ મેનેજર સુરેશ પટેલ સહિત ત્રણ લોકો દ્વારા ખોટી સહી અને અનઓપરેટ બે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી ઉચાપત કર્યાના આક્ષેપ સાથે બેંક મેનેજર અરુણ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 


કચ્છના ખેડૂતો હવે દુબઈની જેમ વેપાર કરશે : અહીંની દેશી ખારેકને મળી નવી ઓળખ


કૌભાંડની જાણ કેવી રીતે થઈ
તાજેતરમાં જ નવા બનેલા બેંક મેનેજર અરુણ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યો હતો. ત્યારથી જ તેઓ આ બાબતની તપાસ કરતા જે દરમિયાન અનેક ભૂલો બહાર આવી હતી. જેમાં આ ત્રણેય આરોપીઓ દ્વારા સ્વામી દેવ સ્વરૂપદાસ ગુરુ કૃષ્ણા પ્રસાદ અને સંત પ્રિયા દાસ કૃષ્ણપ્રસાદ નીલકંઠધામ ડભોઇના ખાતામાં અપૂરતું બેલેન્સ હોવા છતાં અને બંને ઈસમોને ચેક આપ્યા હતા. જેથી બેંકમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશ છોટાભાઈ પટેલને તાત્કાલિક છુટા કરી દેવામાં આવ્યા હતા. તેમજ આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ મહેન્દ્ર પ્રસાદ જોશી અને ઉમેશ શાંતિલાલ કંસારાએ ખોટી સહી કરી ચેક ઉપર પાસીંગ અને પોસ્ટિંગ કરી બેંકના રિઝર્વ ફંડના નાણાં ઉપરોક્ત ખાતાધારકોના નામથી ઉચાપત કરી બેંકના આર્થિક દેવામાં ડુબાડી ગુનો કર્યા હોવાનું બહાર આવ્યું હતું.


કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થી ગાયબ, સુરતના પાટીદારનો 9 દિવસથી કોઈ અત્તોપત્તો


બેન્કનો અન્ય વિવાદ
ચેરીટી કમિશનર દ્વારા બેંકનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પણ અનેક ભૂલો બહાર આવી હતી. જેના કારણે છ મહિના સુધી બેંકે આપેલા ધિરાણોની રિકવરી અને અન્ય ધિરાણો ન આપવા માટે પણ સુચના આપવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર બાબતોમાં બેંકના સત્તાધીશોને કોઈ ફરક પડ્યો ન હતો. પરંતુ બેંકના ખાતેદારોને સીધી અસર થઈ છે તેવામાં આ એક વધુ વિવાદ સામે આવતા અનેક બેંકના ખાતેદારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે.


આ તો છમકલુ છે, ખરી ઠંડી તો હવે પડશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી