કચ્છના ખેડૂતો હવે દુબઈની જેમ વેપાર કરશે : અહીંની 500 વર્ષ જૂની દેશી ખારેકને મળી નવી ઓળખ

Kutch Desi Kharek Gets GI Tag : કચ્છની દેશી ખારેકને મળ્યો GI ટેગ...ભારતની કુલ ખજૂરમાંથી 85 ટકા ઉત્પાદન થાય છે કચ્છમાં..GI ટેગ મળતા ખારેકના વેપાર પર થશે સકારાત્મક અસર

કચ્છના ખેડૂતો હવે દુબઈની જેમ વેપાર કરશે : અહીંની 500 વર્ષ જૂની દેશી ખારેકને મળી નવી ઓળખ

Kutch News : ભારત ખાણીપીણીનો દેશ છે. અહી દરેક રાજ્ય અને શહેરની પોતાની અલગ અલગ ખાણીપીણી છે. તેમાં કેટલીક ખાસ વાનગીઓને GI Tag મળે છે. ત્યારે GI Tag ના લિસ્ટમાં બે નવા નામ જોડાયા છે. ઓરિસ્સાની કીડીની ચટણી અને કચ્છની દેશી ખારેકને નવી ઓળખ મળી છે. કચ્છની દેશી ખારેકને GI Tag મળ્યું છે. 

માર્કેટમા 1200 રૂપિયે કિલો વેચાય છે આ ખારેક
ગુજરાતના કચ્છમાં ઉગતા ખાસ પ્રકારની દેશી ખજૂરને GI Tag મળ્યું છે. તેની ખાસ વાત એ છે તે સ્વાદમાં મીઠા અને મુલાયમ હોય છે. તે માર્કેટમાં 1200 રૂપિયે કિલો વેચાય છે. આ દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરેલા હોય છે. સાથે જ તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. આ ખારેક પેટની અનેક બીમારીઓમાં રાહત આપે છે. 

ખારેકના નિકાસને વેગ મળશે
કચ્છની દેશી ખારેકને જીઆઈ રજિસ્ટ્રીમાંથી જીઆઈ ટેગ મળ્યો છે. તે હવે કચ્છી ખજૂરના બ્રાન્ડિંગને વેગ આપશે અને આ શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશમાં ખજૂર ઉગાડતા હજારો ખેડૂતોને ફાયદો થશે. કચ્છમાં ભારતની કુલ ખજૂરનું 85% ઉત્પાદન થાય છે.  ભુજમાં ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડે જૂન 2021માં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની મદદથી GI ટેગ માટે અરજી કરી હતી, જે કચ્છના મુંદ્રા ખાતે ડેટ્સ પામ રિસર્ચ સ્ટેશન ચલાવે છે. SDAUના સંશોધનના નિર્દેશક સીએમ મુરલીધરને જણાવ્યું હતું કે, 500 વર્ષ જૂની જાતને આખરે GI ટેગ મળ્યો.

કચ્છની નવી ઓળખ બનશે
જે રીતે હાર્જિલિંગ તેની ચા માટે પ્રખ્યાત છે તે રીતે કચ્છ તેની ખજૂર માટે પ્રખ્યાત થશે.તે ખેડૂતોને પ્રીમિયમ દર વસૂલવાની મંજૂરી આપશે અને નિકાસને વેગ આપશે.જે ખેડૂતોને જીઆઈ ટેગનો લાભ લેવા માંગતા હોય તેમણે આ એફપીઓમાં અરજી કરીને સભ્ય બનવાનું રહેશે.એક સમિતિ તેમના દ્વારા ચોકકસ ખેતીની જમીન પર ઉગાડવામાં આવતા ફળોની તપાસ કરશે અને સભ્યપદની મંજૂરી આપશે.ત્યાર બાદ સભ્ય-ખેડુત જીઆઈ ટેગના લોગોના કાયદેસર ઉપયોગ કરી શકે છે.કચ્છમાં મોટાભાગના ખેડૂતો પિયારણનો ઉપયોગ કરીને ખજૂર ઉગાડે છે અને તેના કારણે ફળોમાં વિવિધતા જોવા મળે છે.

કચ્છી ખારેકની ખાસિયત
આ ટેગથી કચ્છી ખારેકના નિકાસમાં વધારો થશે. તેની ખાસિયત એ છે કે, કચ્છની ખજૂર બે રંગોમાં ઉગાડવામાં આવે છે – પીળો અને લાલ. વૃક્ષો ખારાશને સહન કરે છે અને ગરમીની પરિસ્થિતિઓને અનુકૂલિત થઈ શકે છે.ગુજરાતના અન્ય ભાગોમાં ખજૂરની ખેતી થાય છે. પરંતુ તેનો સ્વાદ સ્થાનિક પર્યાવરણ આંશિક ભેજ, આંશિક શુષ્ક સ્થિતિ અને દરિયાકાંઠાનાં પટ્ટાને કારણે કચ્છની ખારેકો અનન્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news