Business Idea : જો તમારા આઈડિયામાં દમ હશે તો માર્કેટમાં રોકેટની જેમ દોડશે. ગુજરાતના પાટણના એક યુવકની આવી જ રીતે એક અનોખો આઈડિયા આવ્યો, અને તેનો આઈડિયા માર્કેટમાં એવો દોડ્યો કે ચારેતરફ વાહવાહી થઈ ગઈ. લોકો ગાય-ભેંસ, અને બકરા પાળીને દૂર વેચે છે. પરંતુ પાટણના એક સાહસિક યુવકે ગધેડાં ફાર્મ શરૂ કર્યું. 42 ગધેડા પાળ્યાં અને આ દૂધ વેચીને લાખોની કમાણી કરે છે. હાલ ગુજરાતના આ ગધેડા ફાર્મનું દૂધ 5000 રૂપિયે લીટરના ભાવે માર્કેટમાં વેચાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિને 2-3 લાખની કમાણી 
ગુજરાતમાં ડેરી ઉદ્યોગે ડંકો વગાડ્યો છે. અહીની અમૂલ ડેરી વિશ્વભરમા પ્રખ્યાત છે. ગુજરાત મિલ્ક કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગાય-ભેંસના દૂધની સાથે લોકો ઉંટના દૂધને પણ માર્કેટમાં વેચે છે. આવામાં પાટણના એક યુવકે ગધેડીનું દૂધ વેચીને લાખોની કમાણી શરૂ કરી છે. આ યુવકનું નામ છે ધીરેન સોલંકી. પાટણ જિલ્લાનો ધીરેન સોલંકીએ હાલ 42 ગધેડા સાથે ફાર્મ ચલાવે છે. ધીરેન દક્ષિણ ભારતના રાજ્યોમાં ગ્રાહકોને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ગધેડીનું દૂધ સપ્લાય કરીને મહિને રૂ. 2-3 લાખની કમાણી કરી રહ્યો છે.


ભાજપ વન-વે જીતી જશે! કુંભાણીની ગેમ ઓવર બાદ સુરતમાં 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા


કેવી રીતે આવ્યો આઈડિયા
આ યુનિક આઈડિયા વિશે ધીરેન સોલંકીએ જણાવ્યું કે,  મને કેટલીક ખાનગી કંપનીઓ નોકરી મળી હતી પરંતુ તેમાંથી મને જે પગાર મળતો હતો તેનાથી મારા ઘરની જરૂરિયાતો પૂરી થઇ શકે એમ ન હતી. આ બાદ મને ખબર પડી કે દક્ષિણ ભારતમાં ગધેડાની સંખ્યા ઘટી રહી છે. તેથી મેં રિસર્ચ શરૂ કર્યું. મેં 8 મહિના પહેલા મારા ગામમાં 20 ગધેડા સાથે ફાર્મની શરૂઆત કરી હતી અને તેના માટે 22 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેના બાદ ધીરે ધીરે ગધેડાની સંખ્યા વધારતો ગયો અને મારો બિઝનેસ વધતો ગયો. હવે મારી પાસે 42 ગધેડા અને ગધેડી છે. 


કેવી રીતે વિકસાવ્યો બિઝનેસ
બિઝનેસની શરૂઆતમાં રોકાણ કર્યા બાદ ધીરેન સોલંકીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં કોઈ આવક ન હતી. પંરતુ તેણે માર્કેટ રિસર્ચ કરીને જાણ્યું કે ગધેડીના દૂધની જરૂરિયાત કયા કયા સેક્ટરમાં છે. તેણે અનેક કંપનીઓ સાથે વાત કરી. તેણે જાણ્યું કે, કોસ્મેટિક કંપનીઓ માટે આ ગધેડીનું દૂધ બહુ જ કામનુ હોય છે. હવે તે કર્ણાટક અને કેરળમાં ગધેડીના દૂધનું સપ્લાય કરે છે. 


સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન, સુરતમાં શરૂ થઈ મુંબઈ પોલીસની તપાસ


ગધેડીના દૂધના ફાયદા 
પ્રાચીન સમયમાં ગધેડીના દૂધનો વ્યાપક ઉપયોગ થતો હતો, એવો પણ દાવો કરવામાં આવે છે કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ગઘેડીના દૂધથી સ્નાન કરતી હતી. દવાના પિતા, ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સે લીવરની સમસ્યાઓ, નાકમાંથી રક્તસ્રાવ, ઝેર, ચેપી રોગો અને તાવ જેવા રોગ માટે ગધેડીનું દૂધ ફાયદાકારક હોવનું સૂચવ્યું હતું.  તેના ઘણા ફાયદા હોવા છતાં તેનો વપરાશ ઓછો છે. વૈજ્ઞાનિકોએ ગધેડીના દૂધની શોધ કર્યા પછી માર્કેટમાં સ્થિતિ અમુક અંશે બદલાઈ ગઈ છે. આ પછી પણ ગધેડીનું દૂધ મર્યાદિત માત્રામાં વેચાય છે. ઉપરથી તેની કિંમત પણ ઘણી વધારે છે. અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ મુજબ, ગધેડીના દૂધની રચના ગાયના દૂધની તુલનામાં માનવ દૂધ જેવી છે. તે બાળકો માટે સારો વિકલ્પ છે, ખાસ કરીને જેઓ ગાયના દૂધથી એલર્જી ધરાવે છે.
 
ઉલ્લેખનીય છે કે, ગાયનું દૂધ લગભગ 65 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે, ત્યારે ગધેડીના દૂધનો ભાવ 5 હજારથી 7 હજાર પ્રતિ લીટર છે. જ્યારે દૂધને ફ્રીઝરમાં રાખવામાં આવે છે જેથી તે તાજું રહે, દૂધને સૂકવીને પાવડર સ્વરૂપે પણ વેચવામાં આવે છે, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 1 લાખ જેટલી થાય છે.


મુખ્યમંત્રીની સભા બહાર ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યા