Indian Oil Corporation Limited: હાલ તમે પેટ્રોલ પંપ જાઓ ત્યારે તમને ટાયરમાં હવા પુરવાની અને ટોયલેટ-પાણીની સુવિધા મળે છે. પરંતુ આગામી દિવસોમાં હવે તમને પેટ્રોલ પંપ પર વધુ સારી સુવિધાઓ મળશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ પરની સુવિધાઓમાં વધુ સુધારો કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IOCLના સ્ટાર્ટઅપ સાથે કરાર
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ પેટ્રોલ પંપ પર રમકડાની દુકાનો ખોલવા માટે જગ્યા આપવા માટે સ્ટાર્ટઅપ સાથે જોડાણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એરોસિટી ખાતે ઈન્ડિયન ઓઈલના રિટેલ આઉટલેટ ખાતે અર્બન ટોટ્સ ટોય્ઝ કિઓસ્કનું ઉદ્ઘાટન કર્યું. આ સ્ટાર્ટઅપ રમકડાંના ઉત્પાદન અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. હરદીપસિંહ પુરીએ આ પહેલ માટે અર્બન ટોટ્સનું સંચાલન કરતી કંપનીની પ્રશંસા કરી હતી.


VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન


દેશભરમાં ખુલશે 500 દુકાન
હરદીપસિંહ પુરીએ કહ્યુ કે ચંદીગઢ, મોહાલી અને પંચકુલામાં પ્રથમ 5 અર્બન ટોટ્સ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. દેશભરમાં આવી વધુ 500 દુકાનો ખોલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ દરમિયાન હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તેમજ તેમના વાલીઓને તેમના બાળકોમાં સાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આનાથી 'આત્મનિર્ભર ભારત'ને પ્રોત્સાહન મળશે.


WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube