નવી દિલ્હીઃ Multibagger Stock Divident: શેર બજારમાં ઘણા ઈન્વેસ્ટરો લાંબા સમય સુધી શેરમાં રોકાણ કરી રાખે છે. આ ખાસ કરીને ત્યારથી થયા કરતું હતું જ્યારે ડીમેટ એકાઉન્ટ નહોતા. મુઠ્ઠીભર શેરધારકોની પાસે હજુ પણ ભૌતિક રૂપથી શેર છે અને તેને હજુ સુધી ડીમેટીકૃત કરવામાં આવ્યા નથી. આ શેરની કિંમતમાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે. આવો એક શેર છે હોકિન્સ કુકર લિમિટેડ (Hawking Cooker Ltd)નો. કંપનીનો શેર વર્તમાનમાં 6690 રૂપિયા પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે 19 રૂપિયા હતી કિંમત 
Hawking Cooker Ltd નો શેર આજથી 20 વર્ષ પહેલા 19.80 રૂપિયા પર હતો, જે આજે વધીને 6690 રૂપિયા થઈ ગયો છે. એટલે કે આ સ્ટોકે પોતાના રોકાણકારોને આ દરમિયાન આશરે 33687 ટકાનું રિટર્ન આપ્યું છે. આ પ્રમાણે જુઓ તો કોઈ ઈન્વેસ્ટરે 20 વર્ષ પહેલા કંપનીના સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 3.37 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. હોકિન્સ કુકર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. કંપની વાસણ નિર્માણ, વેપાર અને વેચાણના કારોબારમાં સક્રિય છે. છેલ્લા એક વર્ષમાં તેના શેરની કિંમતમાં 23 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 143 ટકાની તેજી આવી છે. 


આ પણ વાંચોઃ આ સપ્તાહે આવશે 5 કંપનીના આઈપીઓ, પ્રાઇમરી માર્કેટથી કમાણીની શાનદાર તક


કંપની આપી રહી છે ડિવિડેન્ડ
કંપની બોર્ડે 24 મે, 2023ની પોતાની બેઠકમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક ઇક્વિટી શેર પર 100 રૂપિયાનું ડિવિડેન્ટ એટલે 1000 ટકા ચુકવણીની ભલામણ કરી હતી. આ લાભ 9 ઓગસ્ટ 2023ના કંપનીની આગામી એજીએમમાં શેરધારકોના અપ્રૂવલને અધીન છે. તેની ચુકવણી 8 સપ્ટેમ્બર 2023 સુધી કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube