Upcoming IPO: આ સપ્તાહે આવશે 5 કંપનીના આઈપીઓ, પ્રાઇમરી માર્કેટથી કમાણીની શાનદાર તક

મેનબોર્ડ સેગમેન્ટમાં નોઇડા સ્થિત હોસ્પિટલ ચેન યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસનો આઈપીઓ ખુલવાનો છે. તો ચાર SME IPO માં Innovatus Entertainment Network, Khazanchi Jewellers, Shri Techtex અને Yasons Chemex Care સામેલ છે. 

Upcoming IPO: આ સપ્તાહે આવશે 5 કંપનીના આઈપીઓ, પ્રાઇમરી માર્કેટથી કમાણીની શાનદાર તક

નવી દિલ્હીઃ Upcoming IPO: છેલ્લા કેટલાક મહિનામાં અનેક કંપનીઓના આઈપીઓ લોન્ચ થયા છે અને આ સિલસિલો આગળ પણ યથાવત રહેવાનો છે. Prime ડેટાબેસ પર ઉપલબ્ધ આંકડા અનુસાર આ સપ્તાહે એક મેનબોર્ડ અને ચાર SME IPO ઓપન થવાના છે. મેનબોર્ડ સેગમેન્ટમાં નોઇડા સ્થિત હોસ્પિટલ ચેન યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેયર સર્વિસનો આઈપીઓ ખુલવાનો છે. તો ચાર SME IPO માં Innovatus Entertainment Network, Khazanchi Jewellers, Shri Techtex અને Yasons Chemex Care સામેલ છે. આવો તેની સાથે જોડાયેલી વિગત જાણીએ..

Yatharth Hospital and Trauma Care Services IPO
યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસિઝનો આઈપીઓ બુધવાર 26 જુલાઈએ ઓપન થશે. તેમાં 28 જુલાઈ સુધી ઈન્વેસ્ટ કરી શકાશે. 687 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે 285-300 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂ હેઠળ 490 કરોડના ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. તો 6,551,690 શેરનું વેચાણ ઓફર ફોર સેલ હેઠળ થશે. આ મહિનાની શરૂઆતમાં યથાર્થ હોસ્પિટલ, જે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલનું સંચાલન અને મેનેજમેન્ટ કરે છે તેણે ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટરો પાસેથી 120 કરોડનું ફંડ મેળવ્યું છે. 

Innovatus Entertainment Network
ઇનોવાટસ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 25 જુલાઈએ ખુલશે અને 27 જુલાઈએ બંધ થશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 50 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરી છે. કંપની બીએસઈ પર લિસ્ટ થશે. આ ઓફર 7.74 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ છે. ઈન્વેન્ચર મર્ચેંન્ટ બેંકર્સ સર્વિસિઝ આ ઈશ્યૂની લીડ મેનેજર છે. 

Khazanchi Jewellers
ખઝાંચી જ્વેલર્સનો એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 24 જુલાઈએ ખુલશે અને 28 જુલાઈએ બંધ થશે. 92 કરોડ રૂપિયાના ઈપીઓમાં 140 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ રાખવામાં આવી છે. તેમાં 1000 ઈક્વિટી શેર માટે અરજી કરી શકાશે. કંપનીના શેર બીએસઈ પર લિસ્ટ થશે. માર્ક કોર્પોરેટ એડવાઇઝર્સ ઈશ્યૂના લીડ મેનેજર છે, જ્યારે કેમિયો કોર્પોરેટ સર્વિસ રજિસ્ટ્રાર છે. 

Shri Techtex
શ્રી ટેકટેક્સ એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 26 જુલાઈએ ઓપન થશે અને શુક્રવાર 28 જુલાઈએ બંધ થશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 54 રૂપિયાથી 61 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે અને તે એનએસઈ એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટ થશે. કંપની ઈશ્યૂના માધ્યમથી 37.95 કરોડ ભેગા કરવાની યોજના બનાવી રહી છે. આ રકમનો ઉપયોગ  ફેક્ટરી શેડના નિર્માણ, સૂર્ય પ્લાન્ટને ચાલૂ કરવા, મશીનરીની ખરીદી અને કેપિટલ જરૂરીયાતને પૂરી કરવા માટે કરવામાં આવશે. 

Yasons Chemex Care 
યાસન્સ કેમેક્સ કેયર એસએમઈ આઈપીઓ 24 જુલાઈએ ખુલશે અને 26 જુલાઈએ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 40 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. શેર એનએસઈ એસએમઈ ઇમર્જ પર લિસ્ટ કરવામાં આવશે. કંપનીનો ઇરાદો આઈપીઓ દ્વારા 20.57 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે, જેમાં માત્ર ફ્રેશ ઈશ્યૂ સામેલ હશે. ઇક્રીમેન્ટલ વર્કિંગ કેપિટલની જરૂરીયાત માટે ફંડનો ઉપયોગ કરવામાં આવશે. ફેડેક્સ સિક્યોરિટીઝ લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજી ઈશ્યૂનો રજિસ્ટ્રાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news