નવી દિલ્હી: કોવિડ-19 રોગચાળા દ્વારા સર્જવામાં આવેલી કોઈ પણ પ્રકારની કટોકટીની કે સંકટની પરિસ્થિતિને પહોંચી વળવાના તથા તેનાથી પ્રભાવિત લોકોને રાહત પૂરી પાડવાના પ્રાથમિક ઉદ્દેશ્યની સાથે રચવામાં આવેલા પીએમ કેયર્સ ફંડ માટે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકને દાન સ્વીકારવાની અનુમતિ આપવામાં આવી છે. લોકો હવે તેમના ઘરેથી ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, યુપીઆઈ અને ડિજિટલ બેંકિંગના માધ્યમોથી સરળતાથી તેમાં દાન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૉર્પોરેટ્સ અહીં નીચે આપવામાં આવેલી વિગતો મારફતે પણ દાન આપી શકે છેઃ
ખાતા નં: 59194700000000
આઈ એફ એસ સી કોડ: HDFC0000011
પીએમઓ પાન નં: AAETP3993P
કલમ 80 (જી) હેઠળ કર ચૂકવવામાંથી મુક્તિ
બ્રાન્ચનો કૉડઃ 0011, વસંત વિહાર, નવી દિલ્હી

આ ફંડમાં આપવામાં આવેલ યોગદાનને કલમ 80 (જી) હેઠળ કરમુક્ત ગણવામાં આવશે અને આ સંબંધેની એક ઔપચારિક રસીદને દાન કર્યાના 15-20 દિવસ બાદ પીએમ કેયર્સ પોર્ટલ પરથી ડાઉનલૉડ કરી શકાશે. દાતાઓ ગૂંજ, રેપિડ રીસ્પોન્સ ફોર્સ અને હેલ્પએજ ઇન્ડિયા જેવી અગ્રણી રાષ્ટ્રીય એનજીઓમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે.


એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે, ‘અમને આ તક આપવામાં આવી હોવાથી અમે સન્માનિત થયાંની લાગણી અનુભવી રહ્યાં છીએ. હું સૌને તેનો મહત્તમ લાભ લઈ આપણાં જીવનમાં શક્ય એટલો ઓછો વિક્ષેપ સુનિશ્ચિત કરવાના ભારત સરકારના આ મહા પ્રયાસમાં સહાયરૂપ થવાની વિનંતી કરું છું. આપણે વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યાં છીએ. હું માનું છું કે, ભારતે સમયસર પગલાં લીધાં છે અને તેના પરિણામસ્વરૂપ આપણે આ પરીક્ષાની ઘડીમાં વિજેતા તરીકે ઉભરી આવીશું.’


આ રોગચાળાને નાબુદ કરવાની દિશામાં ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા રાહત અને પુનર્વસનના પગલાંઓમાં સહાયરૂપ થવા એચડીએફસી ગ્રૂપએ પીએમ કેયર્સ ફંડમાં રૂ. 150 કરોડનું દાન આપ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર