HDFC Bank Account Holders should be aware: Cyber Fraudના કિસ્સા વધી રહ્યા છે. દરરોજ બેંકિંગ અને ડિજીટલ પેમેન્ટ ફ્રોડનાં હજારો કિસ્સા સામે આવે છે. સ્કેમર્સ નવી નવી તરકીબોથી લોકોનાં પૈસા તફડાવી રહ્યા છે. જેમાંથી સૌથી સામાન્ય રીત છે SMS સ્કેમ, જેનાથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.  જો તમારું બેન્ક એકાઉન્ટ HDFC બેન્કમાં છે, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે એક ફિશિંગ SMS ખાતાધારકો સુધી પહોંચી રહ્યો છે. બેન્ક એકાઉન્ટ સીઝ હોવાનું કહીને ખાતાધારકને ડરાવવામાં આવે છે અને SMS પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જેનાથી ઘણા લોકો છેતરાઈ જાય છે અને SMS પર વિશ્વાસ કરી લે છે. આમ કરવાથી તેનો ફોન હેક થઈ જાય છે અને વ્યક્તિ પોતાનાં પૈસા ગુમાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા મેસેજ આવે તો સાવચેત રહેજો-
ટ્વિટર પર સંઘમિત્રા મજૂમદાર નામનાં એક યુઝરે SMSનો પ્રિન્ટશૉટ પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું હતું કે, HDFC ગ્રાહક તમારું HDFC નેટ બેન્કિંગ આજે બંધ કરી દેવામાં આવશે, મહેરબાની કરીને તમારું પાનકાર્ડ અપડેટ કરો. મેસેજમાં એક લિંક પણ આપેલી છે. અન્ય એક યુઝરે આ ટ્વિટનો જવાબ આપ્યો અને એક SMS શેર કર્યો, જેમાં તેને પોતાનું કેવાયસી અપડેટ કરવા કહેવાયું હતું. 


ફિશિંગ કૌભાંડ અંગે તેમને સાવચેત કરતાં HDFC બેન્ક કેરે તેમને જવાબ આપ્યો અને લખ્યું, અમે આપને વિનંતી કરીએ છીએ કે પાન કાર્ડ, કેવાયસી અપડેટ કે બેંકિંગને લગતી અન્ય કોઈ માહિતી માગતા અજ્ઞાત લોકોને જવાબ ન આપશો. યાદ રાખો કે બેન્ક ક્યારેય પણ પાનની માહિતી, ઓટીપી, યુપીઆઈ, વીપીએ, એમપિન, ગ્રાહક આઈડી અને પાસવર્ડ, કાર્ડ નંબર, એટીએમ પિન અને સીવીવી નથી માગતી. મહેરબાની કરીને પર્સનલ ડિટેઈલને ક્યારેય શેર ન કરશો.


શું છે ફિશિંગ સ્કેમ?
સ્કેમર નકલી મેસેજ મોકલે છે અને લોકોનાં ખાતાની માહિતી, ઓટીપી અને ઓળખ નંબર જેવી માહિતી માગે છે. જો કોઈ વ્યક્તિ આવી લિંક પર ક્લિક કરે છે, તો સ્કેમરને તે વ્યક્તિનાં મોબાઈલ કે બેન્કની માહિતીનું રિમોટ એક્સેસ મળી જાય છે. જેની મદદથી સ્કેમર્સ તમારું બેન્ક ખાતું ખાલી કરી દે છે. 


કેવી રીતે બચશો?
- કોઈની સાથે પણ પર્સનલ ડિટેઈલ્સ શેર ન કરશો
- હંમેશા મજબૂત પાસવર્ડ રાખો
- મેસેજ આવે તો બેન્ક મેનેજરનો સંપર્ક કરો
- ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને સક્ષમ કરો