મુંબઇ: એચડીએફસી બેંકને ગ્રેટ પ્લેસ ટૂ વર્ક ઇંસ્ટીટ્યૂટ દ્વારા 'ગ્રેટ પ્લેસ ટૂ વર્ક' સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેશન કાર્યસ્થળોની ઉચ્ચ પ્રતિષ્ઠા તથા વિશ્વાસ તથા પ્રદર્શની સંસ્કૃતિને ઓળખવા માટે થર્ડ પાર્ટી ગ્લોબલ ઓથોરિટી દ્વારા આયોજિત કરવામાં આવેલા અનામી કર્મચારી સર્વેનું પરિણામ છે. એચડીએફસી બેંકએ 2020માં પહેલીવાર સર્વેમાં ભાગ લીધો અને આ ભારતમાં બીએફએસઆઇ શ્રેણીમાં સર્ટિફાઇ કરવામાં આવનાર એકમાત્ર બેંક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંકના કિસ્સામાં તેની તમામ ઑફિસ અને 5000થી વધુ શાખાઓ ખાતે એક રાષ્ટ્રવ્યાપી સરવે હાથ ધરવામાં આવ્યો હતો. બેંકના 94%થી પણ વધુ પાત્ર કર્મચારીઓ તેમાં ભાગ લીધો હતો અને પાંચ મહત્ત્વના માપદંડો પર બેંકને ઊંચો સ્કોર અપાવ્યો હતો. 


ગ્રેટ પ્લેસ ટુ વર્ક સંસ્થા જે-તે કંપનીના માનવ સંસાધન વ્યવહારો અને નીતિઓની તપાસ કરે છે તથા તેની પદ્ધતિને વ્યવસાયો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંગઠનોમાં કાર્યસ્થળને વ્યાખ્યાયિત કરવા માટે ગોલ્ડ સ્ટાડર્ડ ગણવામાં આવે છે. ભાગ લેનારા તમામ સહભાગીઓએ કઠોર મૂલ્યાંકનમાંથી પસાર થવાનું રહે છે. 


એચડીએફસી 50,000થી વધુ કર્મચારીનો બેઝ ધરાવતી 4 મેગા કંપનીઓ પૈકીની એક કંપની છે, જેને આ પ્રમાણીકરણ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. આ માન્યતા તેના કર્મચારીઓમાં સૌહાર્દ, નિષ્પક્ષતા, આદર, ગર્વ અને વિશ્વસનીયતાના માહોલને પોષવાની દિશામાં બેંકની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. 


એચડીએફસી બેંકના સીએચઆરઓ વિનય રાઝદાને જણાવ્યું હતું કે, ‘આ સર્ટિફિકેશન એ અમારા 94% કર્મચારીઓનો દમદાર નિર્ણય છે. તે ખરેખર સરાહનીય છે અને સંગઠનમાં પોતાનો વિશ્વાસ દાખવવા બદલ હું બેંકના દરેક કર્મચારીનો આભાર માનું છું.’ તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘છેલ્લાં અઢી દાયકામાં નિર્માણ પામેલા ગ્રાહકોના અસાધારણ વિશ્વાસનો સમૃદ્ધ વારસો એ એચડીએફસી બેંકનો પાયો છે. આ કોઈ અકસ્માત નથી. આનાથી અમને અમારા માર્ગે આગળ વધતા રહેવા અને દરરોજ અમારા લોકોના સફરને આગળ વધારવાનું બળ મળ્યું.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube