HDFC બેંકે MCLRમાં 0.85%નો કર્યો ઘટાડો, જાણી લો કેટલી ઘટશે EMI
RBI દ્વારા રેપો રેટને યથાવત રાખ્યા બાદ ધિરાણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. RBI MPCએ રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો બાદ આ વખતે વધારા પર બ્રેક લગાવી છે.
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે લોન EMIમાં રાહત આપી છે. બેંકે માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 85 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. નવા ધિરાણ દરો 10 એપ્રિલથી અમલમાં આવશે. RBI દ્વારા રેપો રેટને યથાવત રાખ્યા બાદ ધિરાણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. RBI MPCએ રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો છે અને વધારા પર બ્રેક લગાવી છે. આગામી દિવસોમાં અન્ય બેંકો પણ સામાન્ય લોકોને ધિરાણ દરમાં રાહત આપી શકે છે.
ધિરાણના દરોમાં કેટલો ઘટાડો થયો છે
ધિરાણ દરમાં ઘટાડા બાદ રાતોરાત MCLR 0.85 ટકા ઘટીને 7.80 ટકા થઈ ગયો છે. અગાઉ તે 8.65 ટકા હતો. એક મહિનાનો MCLR 8.65 ટકાથી ઘટીને 7.95 ટકા થયો છે. આ કાર્યકાળમાં 70 બેસિસ પોઈન્ટ્સની રાહત આપવામાં આવી છે. ત્રણ મહિનાના MCLRમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારબાદ વ્યાજ દર ઘટીને 8.30 ટકા થઈ ગયો છે, અગાઉ આ દર 8.7 ટકા હતો. HDFC બેંકે 6 મહિનાના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને વ્યાજ દર 8.80 ટકાથી ઘટીને 8.70 ટકા થઈ ગયો છે.
જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, કેમ ATM માંથી ગાયબ થઈ રહી
ICICI બેંકના કરોડો ગ્રાહકો માટે ખુશખબર, હવે 'વગર પૈસે' કરી શકશો ખરીદી, જાણો કઈ રીતે
મહિલાઓ ખાસ વાંચે...ઘરમાં રાખી શકાશે માત્ર આટલું જ સોનું, જો ઢગલો કર્યો તો આવી બનશે!
પર્સનલ અને ઓટો લોન ધારકોને રાહત મળશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 6 એપ્રિલ, 2023 ના રોજ રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો હતો. રેપો રેટમાં કોઈ ફેરફાર એ મોટી રાહતની નિશાની છે. તેનાથી લોન લેનારાઓને ઘણો ફાયદો થાય છે. જોકે, ઋણ લેનારાઓને આનો તાત્કાલિક લાભ નહીં મળે. આ MCLR ઘટાડાથી HDFC હોમ લોન લેનારાઓ પર કોઈ અસર થશે નહીં. તેનું કારણ એ છે કે મોટાભાગની હોમ લોન તેની મૂળ કંપની HDFC લિમિટેડ દ્વારા આપવામાં આવે છે. માત્ર જૂની પર્સનલ લોન અને ઓટો લોન લેનારાઓ જેમની લોન MCLR સાથે જોડાયેલી છે તેમને MCLRમાં ઘટાડા પછી રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube