મુંબઇ: દેશના વિવિધ ભાગોમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંકે (HDFC Bank) લૉકડાઉન (Lockdown) માં ગ્રાહકોને મદદરૂપ થવા ભારતના 50 શહેરમાં મોબાઇલ ઑટોમેટેડ ટેલર મશીન્સ (ATMs)ની સેવા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં મોબાઇલ એટીએમની સેવા શરૂ કરવામાં આવતાં લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવું નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મોબાઇલ એટીએમ (Mobile ATM) હાલમાં ચેન્નઈ, મુંબઈ, દિલ્હી/ગુડગાંવ, વિજયવાડા, દહેરાદૂન, કટક, લુધિયાણા, લખનઉ, ભુવનેશ્વર, ચંડીગઢ, તિરુવનંતપુરમ્, અલ્હાબાદ, પૂણે, હૈદરાબાદ, અમદાવાદ, ત્રિચી, સાલેમ, કોઇમ્બતુર, હોસુર, નોઇડા, જેયપોર (કોરાપુટ), બેંગ્લુરુ, મૈસુર, જયપુર, પાણીપત, અંબાલા, જમ્મુ, નાશિક, રેવારી અને પટના ખાતે શરૂ કરવામાં આવી છે.


જૂનના પહેલા અઠવાડિયાથી આ મોબાઇલ એટીએમ (Mobile ATM) સેવા પુડ્ડુચેરી, વાઇઝેગ, રાજામુંદ્રી, મદુરાઈ, તિરુનેલવેલી, કોચીન, થાણે, દિલ્હી, ઝજ્જર, કાનપુર, આગ્રા, વારાણસી, ગોરખપુર, નાગપુર, અલીગઢ, કાલિકટ અને કોલકાતા ખાતે શરૂ કરવામાં આવી છે.

દેશના નકશા પર આગવી ઓળખ ઉભી કરશે ભાવનગર, સ્ક્રેપ યાર્ડની સ્થાપનાથી ખુલશે રોજગારીની તકો


ગ્રાહકો આ મોબાઇલ એટીએમ (Mobile ATM) નો ઉપયોગ કરીને 15 પ્રકારના ટ્રાન્ઝેક્શનો ઉપયોગ કરી શકશે. આ મોબાઇલ એટીએમ (Mobile ATM)  દરેક સ્થળે એક નિશ્ચિત સમય માટે કાર્યરત રહેશે. તે એક દિવસમાં 3-4 સ્થળોને આવરી લેશે. એટીએમની સેવા મેળવવા માટે લાઇન કરતી વખતે સામાજિક અંતર જાળવવાના સંદર્ભમાં તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવશે તથા સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષાની ખાતરી કરવા માટે સેનિટાઇઝેશન કરવામાં આવશે.


એચડીએફસી બેંક ખાતે લાયેબિલિટી પ્રોડક્ટ્સ, થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ અને નોન-રેસિડેન્ટ બિઝનેસના ગ્રૂપ હેડ એસ. સંપથકુમારે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે, મોબાઇલ એટીએમની આ સેવા જે લોકો પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવાનું સાહસ કરવા માંગતા નથી તેમને મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થશે. 

ગોમતીપુરમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો: ચોરીના રૂપિયાની ભાળ મેળવવા ભુવા પાસે ગયા અને પછી...


આ કપરાં સમયમાં અમે સૌ કોઇને #Stay Home and #Stay Safe રહેવામાં મદદરૂપ થવા અમારી ફરજ નીભાવવા માંગીએ છીએ, કારણ કે, કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે આપણે સૌ એક સાથે ઊભા છીએ. આ સેવા રોગચાળા સામે અથાક લડત આપી રહેલા તમામ આરોગ્ય કાર્યકરો અને આવશ્યક સેવાઓ પૂરી પાડનારા અન્ય લોકોને પણ ખૂબ જ મદદરૂપ થશે.’


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube