HDFC BANK લઇને આવ્યું ખુશખબરી, સંપૂર્ણ ભારતમાં ઉપલબ્ધ કરાવશે આ સુવિધા
ગત વર્ષે લોકડાઉન (Lockdown) દરમિયાન એચડીએફસી બેંકે (HDFC Bank) 50 શહેરમાં મોબાઇલ એટીએમને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવ્યાં હતાં અને લાખો ગ્રાહકોને તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે રોકડની સુવિધા પૂરી પાડી હતી.
નવી દિલ્હી: કોવિડ-19 (Covid 19) ના વધી રહેલા કેસ અને દેશના વિવિધ હિસ્સાઓમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એચડીએફસી બેંકે (HDFC Bank) લોકડાઉન દરમિયાન ગ્રાહકોને મદદરૂપ થવા સમગ્ર ભારતમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીન્સ (ATMs) ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધિત / સીલ કરવામાં આવેલા વિસ્તારોમાં મૂકવામાં આવેલા મોબાઇલ એટીએમ (Mobile ATM) સામાન્ય લોકોને રોકડ ઉપાડવા માટે તેમના વિસ્તારમાંથી બહાર જવાની જરૂરિયાત દૂર કરી દેશે.
ગત વર્ષે લોકડાઉન (Lockdown) દરમિયાન એચડીએફસી બેંકે (HDFC Bank) 50 શહેરમાં મોબાઇલ એટીએમને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવ્યાં હતાં અને લાખો ગ્રાહકોને તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે રોકડની સુવિધા પૂરી પાડી હતી.
વાત એક એવા રંગીન મિજાજી રાજાનીઃ 365 રાણી અને 50થી વધારે બાળકો, 38 વર્ષ સુધી કર્યુ રાજ
ગ્રાહકો આ મોબાઇલ એટીએમ (Mobile ATM) નો ઉપયોગ કરીને 15 પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જે એક ચોક્કસ સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલિત થશે. મોબાઇલ એટીએમ (Mobile ATM) એક દિવસમાં 3થી 4 સ્ટોપને આવરી લેશે. એટીએમ (ATM) માટે લોકોને લાઇનમાં ઊભા રાખતી વખતે સામાજિક અંતર સંબંધિત તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે તથા સ્ટાફ અને ગ્રાહકોની સુરક્ષાની ખાતરી કરવા માટે સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.
એચડીએફસી બેંક (HDFC Bank) ખાતે લાયેબિલિટી પ્રોડેક્ટ્સ, થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ અને નોન-રેસિડેન્ટ બિઝનેસના ગ્રૂપ હેડ એસ. સંપથકુમારે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે, જે લોકો પોતાનો વિસ્તાર છોડીને બહાર જવાનું સાહસ ખેડ્યાં વગર મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવા માંગે છે, તેમના માટે મોબાઇલ એટીએમ આશીર્વાદરૂપ બની રહેશે.
Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર
આ કપરાં સમયમાં કોવિડ-19 (Covid 19) ના પ્રસાર સામે લડત આપવામાં આપણે સૌ એકબીજા સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા હોવાથી અમે સૌ કોઇને #Stay Home and #Stay Safe રાખવામાં અમારું યોગદાન આપવા માંગીએ છીએ. આ સેવા રોગચાળા સામે અથાક લડત આપી રહેલા તમામ સ્વાસ્થ્ય કાર્યકરો તથા અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડનારાઓને પણ મદદરૂપ થશે.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube