Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર

100 શબ્દ પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ હોવી જોઇએ. ગુજરાત ભાષામાં 90 શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કોમ્યુટરનું પણ સામાન્ય નોલેજ હોવુ જોઈએ. 

Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર

અમદાવાદ: Gujarat High Court Recruitment 2021: જો તમે ગ્રેજ્યુએટ પાસ છો? અને સરકારી નોકરી (Government Job) નું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર (Stenographer English) ગ્રેડ 2 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર (Stenographer Gujarati) ગ્રેડ 1 ની જગ્યા પર ભરતી માટે વેકેન્સી બહાર પાડી છે. જેમાં કુલ 10 પદ પર નિમણૂક કરવામાં આવશે.

તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર (Stenographer Gujarati) 01 જગ્યા જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર (Stenographer English) માટે કુલ 9 જગ્યા છે. ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. 

શૈક્ષણિક લાયકાત
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે જ 100 શબ્દ પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ હોવી જોઇએ. ગુજરાત ભાષામાં 90 શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કોમ્યુટરનું પણ સામાન્ય નોલેજ હોવુ જોઈએ. 

વય મર્યાદા
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં સ્ટેનોગ્રાફરના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી ફી
જનરલ કેટેગરી માટે- 500 રૂપિયા
અન્ય તમામ કેટેગરી માટે- 250 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ: 20 એપ્રિલ 2021
ઓનલાઇન અરજીની અંતિમ તારીખ: 4 મે 2021
અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ/સ્કીલ ટેસ્ટ - 27 જૂન 2021 (ફર્સ્ટ સેશન)
અંગ્રેજી સ્ટેનો લેખિત પરિક્ષા (MCQs)- 27 જૂન 2021 (સેકન્ડ સેશન)
ગુજરાતી સ્ટેનોગ્રાફર ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ પરીક્ષા- 11 જુલાઇ 2021

પગાર ધોરણ
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ને 39900 –1,26,600/ પ્રતિમાહ વેતન મળશે
ગુજરાતી સ્ટેનોગ્રાફર ને 44,900 ­1,42,400/ પ્રતિમાહ વેતન મળશે

પસંદગી પ્રક્રિયા 
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર અંગ્રેજી સ્ટેનોગ્રાફર (Stenographer English) ના પદ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા (MCQs) ના આધારે કરવામાં આવશે. વધુ જાણકારી માટે https://hc-ojas.gujarat.gov.in/AdvtDetailFiles/87_202122_2021_4_19_820.pdf અહીં ક્લિક કરીને સત્તાવાર નોટિફિકેશન જો શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news