નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રના દેશની સૌથી મોટી બેંક HDFC બેંકના કર્મચારેઓની સેલરીમાં આ વર્ષે પણ વધારો થશે. તેમની સેલરી અથવા બોનસ કોઇપણ પ્રકારે મળનાર ઇનકમમાં કોઇ કાપ મુકવામાં નહી આવે. આ પ્રકારની જાણકારી બેંકના એમડી એસ. જગદીશને કર્મચારીઓને મોકલેલા મેલમાં આપી છે. બેંકની પાસે લગભગ 1 લાખ કર્મચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવે છે કે HDFC બેંકના આ નિર્ણય બાદ હવે બીજી બેંક પણ આ પ્રકારના નિર્ણય લઇ શકે છે. આમ તો ગત વર્ષે પણ HDFC બેંકે કોરોનાના કારણે પોતાના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં કોઇપણ પ્રકારની ઇનકમમાં કોઇ કાપ મુક્યો ન હતો. 


આ પણ વાંચો:- Gold Price Today:  આજે સોનું થયું સસ્તુ, 27597 રૂપિયા પર પહોંચ્યો 14 કેરેટ ગોલ્ડનો ભાવ


જગદીશને કહ્યું હતું કે જ્યારે ગત વર્ષે અમે કહ્યું હતું કે તમારું બોનસ, પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ સુરક્ષિત છે આ અમારા માટે એક નાનકડું ટોકન હતું અને કર્મચારીઓ માટે એક કમિટમેંટ હતું. આ વર્ષે પણ અમે આ નિયમનું પાલન કરીશું. ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના સંબંધિત કેટલાક પડકારો જરૂર આવશે. અમે સતત રિટેલ, એમએસએમઇ અને કોર્પોરેટ બેકિંગમાં અવસરને જોઇશું અને તેને વધારવા માટે આપણા સંસાધનોનું રોકાણ કરીશું. તેના માટે અમે ત્રણ એટલે કે કલ્ચર, કસ્ટમર અને કાંસિનેસને ધ્યાનમાં રાખીને કામ કરીશું. 


આ પણ વાંચો:- 809 રૂપિયાવાળો LPG સિલિન્ડર મેળવો માત્ર 9 રૂપિયામાં! આ રીતે ઉઠાવો તકનો ફાયદો


જગદીશને કહ્યું કે હાલમાં અમે કેટલીક ટેક્નિકલ સમસ્યાનો સામનો કર્યો હતો, જેથી ગ્રાહકોને નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે તેના માટે જે પણ સોશિયલ મીડીયા અતહ્વા મીડિયામાં આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખતાં અમારે એ જોવું જોઇએ કે બે6ક અને આઇટી સિસ્ટમમાં ક્યાં ગરબડી છે. કેમ વારંવાર આમ થાય છે? અમે અમારા ગ્રાહકોને શું જવાબ આપી રહ્યા છીએ? અમે આ પ્રશ્નને ઉકેલવા માંગીએ છીએ. ગત 28 મહિનામાં અમે આ પ્રકારની 5 ઘટનાઓ જોઇ છે. 


આ પણ વાંચો:- Hina Khan ને લાગ્યો મોટો ઝટકો, પિતાનું અચાનક થયું નિધન


તેમણે કહ્યું કે બેંક પોતાની ક્લાઉડ રણનીતિને ઝડપી કરી રહી છે. જેથી આ ક્ષેત્રમાં બઢત પ્રાપ્ત કરી શકાય. બેંકના ડેટા સેંટરની દેખરેખની પ્રક્રિયાને મજબૂત કરી છે અને નવા ડીસી માટે મહત્વપૂર્ણ અનુપ્રયોગોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 


આ પણ વાંચો:- શું હવે Anupamaa માં નહીં જોવા મળે 'વનરાજ'? આ અંગે એક્ટરનો મોટો ખુલાસો


HDFC બેંકને નાણાકીય વર્ષ 2020-21 ની ચોથી ત્રિમાસિકમાં 8,186.51 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. એક વર્ષ પહેલાંની સમાન અવધિના મુકાબલે બેંકના ફાયદામાં 18.17 નો વધારો થયો છે. માર્હ્ક 2020માં બેંકને 6,927.69 ફાયદો થયો છે. રેગુલેટરી ફાઇલિંગના અનુસાર નેટ ઇંટરેસ્ટ ઇનકમ એટલે કે વ્યાજથી કમાણી વધવાના કારણે પ્રોફિટમાં વધારો થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube