Gold Price Today: આજે સોનું થયું સસ્તુ, 27597 રૂપિયા પર પહોંચ્યો 14 કેરેટ ગોલ્ડનો ભાવ

ભારતમાં આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.  બુલિયન બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 47000ને પાર પહોંચી ગયો છે. 

Gold Price Today:  આજે સોનું થયું સસ્તુ, 27597 રૂપિયા પર પહોંચ્યો 14 કેરેટ ગોલ્ડનો ભાવ

નવી દિલ્હીઃ Gold Price Latest 20th April 2021 : બુલિયન બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 47000ને પાર પહોંચી ગયો છે. આજે 24 કેરેટ સોનું 418  રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે 47,174 રૂપિયા પર ખુલ્યુ હતું. તો ચાંદી 416 રૂપિયા સસ્તી થઈને 68608 ખુલી હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે આજે બુલિયન માર્કેટમાં 23 કેરેટ સોનું 46985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ 435211 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 35381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મહત્વનું છે કે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે 20 એપ્રિલ 2021ના દેશભરમાં સોની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે રહ્યાં છે. 

ધાતુु 20 એપ્રિલનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 19 એપ્રિલનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) ભાવમાં ફેરફાર ((રૂપિયા/10 ગ્રામ)
Gold 999 (24 કેરેટ) 47174 47592 -418
Gold 995 (23 કેરેટ) 46985 47401 -416
Gold 916 (22 કેરેટ) 43211 43594 -383
Gold 750 (18 કેરેટ) 35381 35694 -313
Gold 585 ( 14 કેરેટ) 27597 27820 -223
Silver 999 68608 68894 Rs/Kg -286 Rs/Kg

IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ટ
મહત્વનું છે કે  IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ટ છે. પરંતુ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી (GST) સામેલ કરવામાં આવતું નથી. સોનું ખરીદતા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે  ibja દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીનો કરન્ટ રેટ લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીના કરન્ટ રેટ કે હાજર ભાવ દરેક જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં સામાન્ય અંતર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news