નવી દિલ્હી: એચડીએફસી બેંકે શુક્રવારે ગ્રાહકો ગ્રાહકો માટે 'સમર ટ્રીટ્સ' ઓફરને લોન્ચ કરવામાં આવી છે. તેના હેઠળ ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઇ, નો ડાઉન પેમેન્ટ, કેશબેક, રિવોર્ડ પોઇન્ટ્સ સહિત ઘણી ઓફર ઉપલબ્ધ છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દેશના લોકડાઉનમાંથી બહાર નિકળ્યા બાદ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અનુસાર ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર બેંકના કાર્ડ, ઇએમઆઇ, લોન અને Payzapp પર મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકે નિવેદનમાં કહ્યું કે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે ભરવામાં આવેલા પગલાં ગ્રાહકોની લાઇફસ્ટાઇલ અને માંગોને બદલી છે. વર્ક ફ્રોમ હોમ અને ઘરે રહી સ્કૂલનો અભ્યાસ, ફોન, ટેબલેટ, કોમ્યુટર અને સંબંધિત એક્સિસિરિઝની માંગમાં વધારો થયો છે. આ સાથે જ સુરક્ષિત ડિજિતલ ચૂકવણી અને ખાનગી પરિવહનની માંગ પણ વધી રહી છે. આ પ્રકારે દુકાનો અને બિઝનેસનું ખુલવાનું શરૂ થયું છે. તેમને બિઝનેસ ફાઇનાન્સની જરૂરિયાત છે. 


HDFC બેંક આપી રહી છે આ ઓફર્સ
HDFC લોન્ચ પર એક્સલૂસિવ ડિસ્કાઉન્ટ
લાર્જ એપ્લાયન્સિઝ પર નો કોસ્ટ ઇએમઆઇ અને નો ડાઉન પેમેન્ટ ઓપ્શન
સિલેક્ટેડ બ્રાંડ્સ પર ડિસ્કાઉન્ટ અને કેશબેક
ક્રેડિટ કાર્ડ દ્વાર ઓનલાઇન ખર્ચ કરતાં 50 ટકા વધારાના રિવોર્ડ પોઇન્ટ
બેંકની કાર લોન પર પહેલાં ત્રણ મહિના માટે 70 ટકા સુધી ઇએમઆઇની ઓફર
બેંકના ટૂ-વ્હીલર લોન પર ત્રણ મહિના માટે 50 ટકા સુધીના ઇએમઆઇની ઓફર
સેલરી પ્રાપ્ત કરનાર કર્મચારીઓ માટે ઓવરડ્રાફ્ટ્ની સુવિધા
સેલ્ફ એપ્લોઇડ ગ્રાહકો માટે ઘણી કસ્ટમ મેડ ફાઇનાન્સ સ્કીમ્સ
પર્સનલ લોન, ગોલ્ડ લોન, ક્રેડિટ કાર્ડ પર લોન, બિઝનેસ અને હોમ લોન પર ઓફર્સ
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા Payzapp દ્વારા ઓનલાઇન ખર્ચ પર વધારાના પોઇન્ટ


પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ તથા ડિજિટલ બેંકિંગ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ સમર ટ્રીટ્સ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત ઑટો લૉન અને પર્સનલ લૉનથી માંડીને વ્યવસાયના ધિરાણની યોજનાઓ માટેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સમર ટ્રીટ્સ ડિજિટલ રીતે અને અમારી બેંકના વ્યાપક નેટવર્ક મારફતે એમ બંને પ્રકારે આ તમામ નવી જરૂરિયાતોને સમર્થન પૂરું પાડનારી ઑફરો ધરાવે છે અને આમ તે ગ્રાહકોમાં હકારાત્મકતાની લાગણી પેદા કરે છે. અમને આશા છે કે, તે એક એવા આવર્તનનું નિર્માણ કરશે, જેમાં સૌને લાભ થાય.'


ગત ઑક્ટોબરમાં એચડીએફસી બેંકે ભારતનો સૌથી મોટો ફાઇનાન્શિયલ સર્વિસિઝ બોનાન્ઝા ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ લૉન્ચ કર્યો હતો, જેમાં લૉનથી માંડીને બેંક ખાતા સુધી બેંકિંગને લગતા તમામ ઉત્પાદનો પર વિશેષ ઑફરો પૂરી પાડવામાં આવી હતી. તેમાં 1,000થી પણ વધુ બ્રાન્ડ્સ પર ભારે ડિસ્કાઉન્ટ્સ પણ આપવામાં આવ્યાં હતાં.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube