નવી દિલ્હી: ગુજરાતમાં બુક થયેલી એચડીએફસી બેંકની એમએસએમઈ લૉન રૂ. 15,000 કરોડના સીમાચિહ્નને વટાવી ગઈ છે. ગુજરાતમાં 30 જૂન, 2019 સુધીમાં બુક થયેલી બેંકની માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યમો માટેની લૉન રૂ. 15,000 કરોડથી પણ વધુ થવા જાય છે. હવે તે 12 ટકાથી પણ વધુ માર્કેટ શૅરની સાથે ગુજરાતની એમએસએમઈ માટેની સૌથી મોટી બેંક બની ગઈ છે. ગુજરાતમાં છેલ્લાં 15 વર્ષમાં બેંકએ આવા 10,000થી પણ વધુ ઉદ્યમોને આર્થિક સહાય પૂરી પાડી છે, જેણે 31 જિલ્લાઓને આવરી લઈ 150થી વધુ શહેર અને નગરમાં આર્થિક વિકાસના એન્જિનની રચના કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંકના બિઝનેસ બેંકિંગના કન્ટ્રી હેડ સુમંત રામપાલે જણાવ્યું હતું કે, ‘અમારી બેંકમાં ભરોસો દાખવવા બદલ અમે અમારા ગ્રાહકોના આભારી છીએ. એમએસએમઈ એ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને સૌથી વધુ રોજગારી સર્જનારા ક્ષેત્રો પૈકીનું એક છે. અમે અમારા વિશ્વસ્તરીય ઉત્પાદનોની સાથે તેમની વિકાસયાત્રમાં સહભાગી બનવા બદલ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છીએ. અનુકૂળ આવે તેવા નીતિગત માહોલનો લાભ આપનારું ઉદ્યમી રાજ્ય ગુજરાત એમએસએમઈ અને બેંક એમ બંનેને સમાન તકો પૂરી પાડે છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા અમે આ રાજ્યના વધુ 25 શહેર અને નગરમાં વિસ્તરીશું અને અમારા ડિજિટલ પદચિહ્નોને પણ વધારીશું.’


આ ઉત્પાદનો તેમજ સેવાઓમાંથી મોટાભાગનાને બેંકના રીયલ-ટાઇમ ઓનલાઇન સોલ્યુશન્સ (ટ્રેડ ઑન નેટ, નેટ બેંકિંગ અને એસએમઈ બેંક)નો ઉપયોગ કરી ડિજિટલ રીતે પ્રાપ્ત કરી શકાય છે. એમએસએમઈ બિઝનેસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં કુલ ટ્રાન્ઝેક્શનના 60 ટકાથી વધુનો સમાવેશ થાય છે.