અમદાવાદ: એશિયામની બેસ્ટ બેંક એવોર્ડઝ 2019માં એચડીએફસી બેંકને બેસ્ટ ડીજીટલ બેંક જાહેર કરવામાં આવી છે. પોતાના વર્ગમાં ડીજીટલ બેંકીંગની ઉત્તમ કામગીરી બદલ એચડીએફસી બેંકને આ એવોર્ડ હાંસલ થયો છે. બેંકની ડીજીટલ બેંકીંગમાં મોખરે રહેવાની મજલનો પ્રારંભ વર્ષ 2014 ગંગા કીનારેથી 'બેંક આપકી મુઠઠીમેં ' ઝુંબેશથી થયો હતો. ત્યાર પછી તો બેંકે ગ્રાહકોમાં લોકપ્રિય બનેલાં ઘણાં કદમ ઉઠાવ્યાં છે, જેમાં 10 સેકંડ પર્સનલ લોન, કસ્ટમ-ફીટ ઑટો લોન્સ, સિક્યોરિટીઝ સામે ડીજીટલ લોન, મ્યુચ્યુઅલ ફંડ સામે ડીજીટલ લોન તથા પેઝેપ જેવાં ઘણા કદમનો સમાવેશ થાય  છે.
 
બેંકે તેની બેંકીંગ સર્વિસીસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, (AI), મશીન લર્નીંગ, ચેટબોટ્સ  અને ઈન્ટરનેટ ઓફ થીગ્સ જેવી નવી ટેકનોલોજી અપનાવવાનાં મહત્વનાં કદમ ઉઠાવ્યાં છે. વાર્ષિક ડીજીટલ સમીટ જેવાં પ્લેટફોર્મ્સમાં સ્ટાર્ટ-અપ્સ પોતાનાં ઈનોવેશન સોલ્યુશન્સ  દર્શાવી શકે છે. આ બધાં  કદમ વડે બેંકે દર્શાવ્યું છે કે તે ફ્યુચર રેડી (ભવિષ્યની ટેકનોલોજી માટે સજજ) બેંક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટ પાર્ટીસીપન્ટસ મારફતે વિગતવાર રજૂઆત કરાયા પછી એશિયામની એવોર્ડનો નિર્ણય યુરોમનીના એડીટરના નેતૃત્વ હેઠળની સિનિયર પત્રકારોની ટીમ મારફતે લેવામાં આવે છે. આ બધી રજૂઆતની એડિટોરિયલ કમિટી મારફતે  બેંકીંગ અને મૂડીબજારમાં થયેલાં સંશોધનોની સાથે સમિક્ષા કરવામાં આવે છે. આ પ્રાથમિક માહિતીની સિનિયર એડીટર્સની ટીમ દ્વારા વ્યક્તિગત રીતે ચકાસવામાં આવે છે. આ સિનિયર એડીટરો દરેક દેશની મુલાકાત લઈને  અગ્રણી બેંકર્સને મળે છે અને ગ્રાહક તથા તેના સ્પર્ધકો અંગે ફીડબેક મેળવે છે.  આ પ્રકાશન (અશિયામની)  જણાવે છે કે તેમણે જ્યારે  વર્ષ 2019ના પ્રારંભમાં ભારતીય બેંકોના ચીફ એડીટર્સ સાથે બેઠક યોજી હતી અને તેમને ડીજીટલ બેંકીંગ સર્વિસીસના ડીજીટલ બેંકીંગના શ્રેષ્ઠ પ્રોવાઈડર્સની ઓળખ આપવા જણાવ્યું હતું. 


એમને સ્પષ્ટ અને ચોખ્ખો  જવાબ હતો :'એચડીએફસી બેંક'
આ એવોર્ડ અંગે પ્રતિભાવ આપતાં એશિયામનીએ તેના તંત્રી લેખમાં જણાવ્યું છે કે ''વિતેલાં બે વર્ષ દરમ્યાન ઘણા લાંબા સમયથી નેતૃત્વ સંભાળતા મેનેજીંગ ડિરેકટર આદિત્ય પૂરીની આગેવાની હેઠળ એચડીએફસી બેંક સાચા અર્થમાં ડીજીટલ ફોર્સ  બની છે. બેંકે મોટા ભાગે  એક કદમ પાછા વળીને આકરૂ વલણ અપનાવીને નક્કી કર્યું કે ગ્રાહકોને કઈ સર્વિસીસની જરૂર છે, અને તે તરફ આગળ ધપીને કામ કરવાનુ ધ્યેય ચાલુ રાખ્યું હતું.''


તેમણે વધુમાં જણાવવામાં આવ્યું છે કે "બેંકે ડીજીટલ શરતોથી ડીજીટલ કામગીરી સાથે સંકળાવાનુ ચાલુ રાખીને થોડો સમય ગુંચવાડો સ્વીકારીને પણ એ પછી તેનાં સારાં ફળ મળી રહે તેવી સ્થિતિ ઉભી કરી હતી. આ રીતે વાર્ષિક 'હેકેથોન' મારફતે વ્યક્તિઓ અને ઉભરતાં સ્ટાર્ટ-અપ્સને પોતાનો કેસ હલ કરવાની તક પૂરી પાડી છે. તેમની યુઝર એક્સપિરિયન્સ લેબ ડીજીટલ લોબેરેટરી તરીકે કામ કરે છે અને તેના વર્ગમાં શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે તેવા આઈડીયા અમલમાં મુક્યા છે ને તેને ધાર પણ આપી છે. આ બધી બાબતો ઉપર ડીજીટલ કમાન્ડ સેન્ટર મારફતે નજર રાખવામાં આવે છે, જે ગ્રુપને રિયલ ટાઈમ ઈન્ટેલીજન્સ પૂરી પાડે છે અને એચડીએફસી બેંકને માહિતી આધારીત, કોમર્શિયલ અને વ્યુહાત્મક નિર્ણયો લેવામાં સહાય કરે છે."