નવી દિલ્હી: એચડીએફસી બેંકે આજે ગુજરાત રાજ્ય માટેનો પરિવર્તન ઇમ્પેક્ટ રીપોર્ટ જાહેર કર્યો હતો. આ પરિવર્તન રીપોર્ટમાં રાજ્યમાં બેંકની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટીના ભાગરૂપે તેના દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક દ્વારા હાથ ધરવામાં આવેલ સામાજિક જવાબદારીની તમામ પહેલ માટેની અમ્બ્રેલા બ્રાન્ડ એચડીએફસી બેંક પરિવર્તન ગુજરાતમાં 28 લાખથી વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવી છે.


શહેરમાં આયોજિત કરવામાં આવેલ એક કાર્યક્રમમાં બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં એચડીએફસી બેંકના ગુજરાત ખાતેના બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસ જૉસ અને એચડીએફસી બેંકના સીએસઆર સ્ટેટ હેડ ગજેન્દ્રસિંહ દ્વારા ગુજરાત માટેનો પરિવર્તન ઇમ્પેક્ટ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.


એચડીએફસી બેંક પરિવર્તનના ભાગરૂપે ગામડાંઓની વિકાસલક્ષી જરૂરિયાતોને સમજવા માટે એક સંપૂર્ણ મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાયી અને અસરકારક રીતે આ જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકે એનજીઓ તથા ખેડૂતો, યુવાનો, જમીનવિહોણા શ્રમિકો, બાળકો અને મહિલાઓ સહિતના સ્થાનિક સમુદાયો સાથે ભેગા મળીને લાંબાગાળાના ઉપાયોનું સર્જન કર્યું છે.


નાણાકીય વર્ષ 2019-20માં રાષ્ટ્રીય સ્તરે બેંકે એચડીએફસી બેંક પરિવર્તન પાછળ રૂ. 535 કરોડ ખર્ચ્યા હતાં અને તેણે અત્યાર સુધીમાં દેશમાં 8 કરોડ લોકોને તેના હેઠળ આવરી લીધાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube