HDFC અને Paytm લોન્ચ કરશે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ, નાના વેપારીઓને થશે ફાયદો
HDFC બેંક 8 મહિનાના પ્રતિબંધ બાદ હવે નવી ઓફર્સ સાથે ક્રેડિટ કાર્ડ જાહેર કરવા જઇ રહ્યું છે. હવે બેંકએ આ કામમાં ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ સાથે હાથ મિલાવ્યો છે એટલે કે હવે એચડીએફસી બેંક અને પેટીએમ એકસાથે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઇ રહી છે.
નવી દિલ્હી: HDFC બેંક 8 મહિનાના પ્રતિબંધ બાદ હવે નવી ઓફર્સ સાથે ક્રેડિટ કાર્ડ જાહેર કરવા જઇ રહ્યું છે. હવે બેંકએ આ કામમાં ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ સાથે હાથ મિલાવ્યો છે એટલે કે હવે એચડીએફસી બેંક અને પેટીએમ એકસાથે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઇ રહી છે. હવે બેંક અને પેટીએમ ખાસ પ્રકારના ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે, જેનાથી ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો મળવાનો છે અને તેમને ધ્યાનમાં રાખતાં તેમાં સુવિધાઓ મળવાની છે. સાથે જ તેના દ્વારા ઘણા પ્રકારના ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવશે. એવામાં જાણીએ ક્રેડિટ કાર્ડમાં શું ખાસ હશે અને તેના દ્વારા કયા પ્રકારના વેપારીઓને ફાયદો મળવાનો છે. સાથે જ જાણીએ આ ક્રેડિટ કાર્ડને લઇને બેંકનો શું પ્લાન છે.
આ ક્રેડિટ કાર્ડ્સને, ક્રેડિટ કાર્ડનો નવો ઉપયોગ શરૂ કરનારાઓથી માંડીને તેના ઉપયોગમાં માહેર હોય તેવા રીટેઇલ ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને પૂરી કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે તથા વપરાશકર્તાઓ માટે શ્રેણીમાં શ્રેષ્ઠ હોય તેવા રીવૉર્ડ્સ અને કૅશબૅક પણ પૂરાં પાડવામાં આવશે. ક્રેડિટ કાર્ડ્સની આ નવી સુવિધા નાના વેપારીઓને પણ સુવિધાજનક બની રહેશે.
iPhone 13 Pro ને સસ્તામાં ખરીદવાની સુવર્ણ તક! જાણો ગજબની Offers
ઑક્ટોબર 2021માં આ કાર્ડને લૉન્ચ કરવાનું આયોજન છે, જેથી તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડની ઑફરો, ઇએમઆઈ અને બાય નાઉ પે લેટર જેવા વિકલ્પોની ગ્રાહકોની સંભવિત ઊંચી માંગને પહોંચી વળી શકાય. વળી, આ ઉત્પાદનોના સંપૂર્ણ સમુહને ડિસેમ્બર 2021ના અંત સુધીમાં લૉન્ચ કરી દેવામાં આવશે. 5.1 કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીપેઇડ કાર્ડ્સ તથા માર્કેટના દરેક સેગમેન્ટને સેવા પૂરી પાડી રહેલાં 20 લાખથી વધુ વેપારીઓની સાથે ભારતમાં કાર્ડ્સ પર ખર્ચવામાં આવતો દર ત્રીજો રૂપિયો એચડીએફસી બેંકના કાર્ડ મારફતે ખર્ચવામાં આવે છે. આમ, એચડીએફસી બેંકે ભારતમાં તેના વપરાશને વધારવામાં વર્ષોથી ઘણી નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
લગ્ન પહેલાં મુંડન કરાવે છે છોકરીઓ, વિચિત્ર છે અહીંનો રિવાજ
આ સહભાગીદારી કરવા પાછળનો ઉદ્દેશ્ય એકબીજાની ક્ષમતાનો લાભ ઉઠાવીને ગ્રાહકોને સારા અનુભવ પૂરાં પાડવાનો છે. ભારતમાં ક્રેડિટ કાર્ડના અગ્રણી જારીકર્તા તરીકેની એચડીએફસી બેંકની વિશેષતા તથા ગ્રાહકોને સારી રીતે સાંકળવાની તેની ક્ષમતા તથા પેટીએમનું ડિજિટલ કૌશલ્ય અને 33 કરોડ વપરાશકર્તાઓ સુધીની તેની પહોંચ (2). આ ગઠબંધનનો લક્ષ્યાંક ટિયર 2 અને ટિયર 3 માર્કેટમાં તેમની પહોંચને ઊંડી કરવાનો તથા દેશમાં ચૂકવણીઓને ડિજિટલ બનાવવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવાનો છે.
આ સહભાગીદારી હેઠળ એચડીએફસી બેંક અને પેટીએમ, બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સ રજૂ કરશે, ભારતના નાના શહેરો અને નગરોના પાર્ટનર વેપારીઓને વિવિધ પ્રકારના લાભ પૂરાં પાડશે. આ બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સ વેપારીઓ માટેના ક્રેડિટ કાર્ડના સેગમેન્ટમાં પેટીએમના સશક્ત પ્રયાસોને ચિહ્નિત કરશે અને પેટીએમના 2.10 કરોડથી વધુ વેપારીઓના બેઝને લાભદાયી સાબિત થશે.
65 હજાર રૂપિયાવાળો OnePlus 9 Pro મળી રહ્યો છે ફક્ત 3,152 રૂપિયાના સરળ હપ્તે
પેટીએમ લેન્ડિંગના સીઇઓ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘પેટીએમમાં અમારો ઉદ્દેશ્ય, અમારા 33 કરોડથી વધુ વપરાશકર્તાઓ અને 2.10 કરોડથી વધુ વેપારી પાર્ટનરોના નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે ધિરાણ આપવાની પ્રક્રિયાનું લોકશાહીકરણ કરવાનો છે (2). અમારી ટેકનોલોજી સંબંધિત ક્ષમતાઓની મદદથી પેટીએમના વેપારી પાર્ટનરો અને ક્રેડિટનો નવોસવો ઉપયોગ શરૂ કરનારી ભારતની 21મી સદીની યુવા પેઢી તેમની સુદ્રઢ ક્રેડિટ પ્રોફાઇલ ઘડી શકશે અને ઔપચારિક અર્થતંત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવી શકશે.
21મી સદીની યુવા પેઢી, બિઝનેસના માલિકો અને વેપારીઓ પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરીને ગ્રાહકોના વિવિધ સેગમેન્ટ્સમાં ક્રેડિટ કાર્ડના એક વ્યાપક સમુહને લૉન્ચ કરવા માટે અમે એચડીએફસી બેંક અને વિઝા સાથે ગઠબંધન કરીને ખૂબ જ ખુશ છીએ. અમારા આ બિઝનેસ ક્રેડિટ કાર્ડ્સની રચના અમારા વેપારી પાર્ટનરો અંગેની અમારી ઊંડી સમજણ પર આધાર રાખીને કરવામાં આવી છે અને અમને વિશ્વાસ છે કે, તેના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ તેમના બિઝનેસ માટે લાભદાયી સાબિત થશે.’
એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવએ જણાવ્યું હતું કે, ‘ભારતની કાર્ડ જારી અને હસ્તગત કરનારી સૌથી મોટી બેંક તરીકે અમે દેશમાં ડિજિટાઇઝેશનના સ્વીકરણની ગતિ વધારવા માટે કટિબદ્ધ છીએ. અમારું માનવું છે કે, ભારતની વિકાસગાથા ખૂબ જ સુદ્રઢ છે અને આ સહભાગીદારી વપરાશને (ખાસ કરીને તહેવારોની સીઝનમાં) વધારવા માટે બેંક તરફથી કરવામાં આવતો એક પ્રયાસ છે, જે આગળ જતાં દેશની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન પૂરું પાડશે. કાર્ડ્સના ક્ષેત્રમાં એક અગ્રણી તરીકે અમારો હેતુ આ પ્રકારના જોડાણ મારફતે તેની ઇકો-સિસ્ટમને વિકસાવવામાં મદદરૂપ થવાનો છે, જે આખરે ગ્રાહકોને એક અલગ અનુભવ પૂરો પાડે છે.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube