અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં ટીમ ઈન્ડિયાને મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ

India vs Australia 4th Test: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ સિરીઝના ત્રીજા ટેસ્ટ ડ્રો થયા બાદ 18 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાના ફિરકી માસ્ટર અશ્વિને નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. જ્યાર બાદ તેના સ્થાને અક્ષર પટેલ રેસમાં સૌથી આગળ હતો. પરંતુ અક્ષર પટેલ આ સિરીઝમાં ભાગ લઈ શક્યો નથી તેથી 26 વર્ષના ઓલરાઉન્ડરને તક મળી છે.

અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં ટીમ ઈન્ડિયાને મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ

India vs Australia 4th Test: 18 ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ સિરીઝના ત્રીજા ટેસ્ટ ડ્રો થયા બાદ 18 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાના ફિરકી માસ્ટર અશ્વિને નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. જ્યાર બાદ તેના સ્થાને અક્ષર પટેલ રેસમાં સૌથી આગળ હતો. પરંતુ અક્ષર પટેલ આ સિરીઝમાં ભાગ લઈ શક્યો નથી, તેના બદલે 26 વર્ષના ઓલરાઉન્ડર તનુષ કોટિયનને તક મળી છે. તે જલ્દી જ મેલબોર્ન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

કવર તરીકે સામેલ થયો કોટિયન
કોટિયન બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બાકીની બે ટેસ્ટ માટે કવર તરીકે સામેલ કરવમાં આવ્યો છે. બોર્ડના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, 'કોટિયનને સુરક્ષા કવચ તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે. વાશી કે જડ્ડુ (રવીન્દ્ર જાડેજા) ઈજાગ્રસ્ત થાય તો જ તેમને રમવાની તક મળશે.

ભારત A તરફથી કર્યુ હતું શાનદાર પ્રદર્શન
તનુષ કોટિયને ઈન્ડિયા A તરફથી રમતી વખતે બધાને પ્રભાવિત કર્યા હતા. તે પસંદગીકારોના રડારમાં હતો. અમદાવાદમાં વિજય હજારે ટ્રોફી રમી રહેલા કોટિયન મંગળવારે મુંબઈથી રવાના થશે અને બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા મેલબર્ન પહોંચશે. કોટિયન હૈદરાબાદ સામેની વિજય હજારે મેચમાં મુંબઈ માટે અણનમ 39 રન બનાવ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે MCGમાં ભારત A માટે આઠમા નંબર પર 44 રન બનાવ્યા હતા.

અક્ષર પટેલે કેમ ન થયો સામેલ?
સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પોતાના પ્રદર્શનથી સૌના દિલમાં જગ્યા બનાવી લીધી છે. જેના કારણે અશ્વિનના સ્થાને તેનું નામ મોખરે હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષર પટેલે પારિવારિક વ્યસ્તતાઓના કારણે વિજય હજારે ટ્રોફીની પ્રથમ બે મેચ બાદ બ્રેક લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news