HDFC Bonds: એચડીએફસીના રોકાણકારો માટે જરૂરી સમાચાર છે. હવે તમને જીવનભર રિટર્ન મેળવવાની તક મળી શકે છે. ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે શનિવારે કહ્યું કે તે આગામી વર્ષમાં બોન્ડ જાહેર કરી 50,000 કરોડ રૂપિયાના નાણા એકત્ર કરશે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં બોન્ડ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના દ્વારા એકત્ર કરવામાં આવતી રમકનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને નાણાં આપવા માટે અને ગ્રાહકોને એફોર્ડેબલ હાઉસિંગ લોન ધિરાણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંકે એક નિયમનકારી સૂચનામાં કહ્યું કે આગામી વર્ષમાં બોન્ડ જાહેર કરી 50,000 કરોડ રૂપિયા એકત્ર કરવાના પ્રસ્તાવને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મંજૂરી આપી છે. શેર ધારકોની મંજૂરી મળ્યા બાદ આ રકમ ખાનગી ફાળવણી દ્વારા એકત્ર કરવામાં આવશે.


UIDAI એ લોન્ચ કર્યું નવું આધાર કાર્ડ, જાણો શું છે અને કેવી રીતે મળશે તમને?


રેણુ કર્નાડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
આ સાથે જ એચડીએફસી બેંકે રેણુ કર્નાડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કર્યાની જાણકારી પણ આપી. રેણુ સપ્ટેમ્બર 2022 થી આગામી પાંચ વર્ષ સુધી નિયામક મંડળમાં બિન-કાર્યકારી નિર્દેશક તરીકે બન્યા રહેશે. રેણુ વર્ષ 2010 થી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડ દ્વારા હાલમાં જ વિલીનીકરણની જાહેરાત કરવામાં આવી છે.


એવું તો શું થયું કે આલિયાએ બે બેસ્ટ ફ્રેન્ડ દીપિકા-કેટરીનાને લગ્નમાં ના બોલાવી? જાણો આ રહ્યું કારણ


રોકાણકારો માટે શું છે ખાસ?
હવે સવાલ છે એ કે તેનાથી રોકાણકારોને શું ફાયદો થશે? તમને જણાવી દઈએ  કે, આ નિર્ણય રોકાણકારો માટે ખુબ જ ફાયદાકારક સાબિત તશે. તેમના માટે જીવનભરની આવકનું સાધન બની શકે છે. તમે બેંકના પર્પેચ્યુઅલ બોન્ડમાં રોકાણ કરી શકો છો. પર્પેચ્યુઅલ બોન્ડમાં કોઈ મેચ્યોરિટી પીરિયડ્સ હોતો નથી. તેથી બેંક તેના પર રોકાણકારોને આજીવન વ્યાજ આપશે. એટલે કે, તમારી પાસે આજીવનનો સોર્સ ઓફ ઇનકમ હશે.


IPL 2022 PBKS vs SRH: હૈદરાબાદની સતત ચોથી જીત, મર્કરમે સિક્સ મારી પંજાબને 7 વિકેટથી હરાવ્યું


તેમાં લોન્ગ ટર્મ બોન્ડ્સ પણ છે જેની મેચ્યોરિટી 10-30 વર્ષની હોઈ શકે છે. જેના દ્વારા તમે મોટો ફાયદો મેળવી શકો છો. એચડીએફસી બેંક ભારતની સૌથી મોટી ખાનગી બેંક છે અને માર્ચ ક્વાટરમાં બેંકનું પ્રદર્શન સારું રહ્યું છે. બેંકનો નફો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 10,055 કરોડ થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube